એલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી અલગ અલગ નિયમો તેવો લાવી રહ્યા છે. ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ ટ્વિટરની આવક વધારવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક વખત તેમના નિર્ણયોને કારણે વિવાદ પણ થયા છે. જે અંતર્ગત ટ્વિટર બ્લુ સેવા શરૂ કરવાની હતી. આ સેવામાં કોઈ પણ વ્યક્તિ મહિના દીઠ 8 ડોલરનો ખર્ચ કરી બ્લુ ટિક મેળવી શકશે. પરંતુ એલોન મસ્કે ટ્વિટરની પેઈડ વેરિફાઈડ બ્લુ ટિક સર્વિસ હાલ માટે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.
પૈસા આપી કોઈ પણ કરાઈ શકતું હતું એકાઉન્ટ વેરિફાય
એલોન મસ્કે જાહેરાત કરતા કહ્યું કે આ સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. અને જ્યાં સુધી ફેક એકાઉન્ટ વાળી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાંથી આ સેવા શરૂ કરવામાં નહીં આવે. એલોન મસ્કે જ્યારે 8 ડોલર વાળી સુવિધા શરૂ કરી તે બાદ અનેક ફેક એકાઉન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા.
29 નવેમ્બરના રોજ રિ-લોન્ય થવાની હતી આ સેવા
જ્યાં સુધી ફેક એકાઉન્ટની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ સુવિધા સ્થાપિત કરવામાં નહીં આવે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સંસ્થાઓ માટે અને વ્યક્તિઓ માટે અલગ અલગ કલરના ટિક આપવામાં આવશે. આ સેવા 29 નવેમ્બરના રોજ લોન્ચ થવાની હતી. એલોન મસ્કે તારીખની જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ આ સેવા દ્વારા ઉભી થયેલી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.