ટ્વિટરે તેની પેઈડ બ્લૂ ટિક સર્વિસની શરૂઆત કરી દીધી છે. તેને લઈને શનિવાર રાત્રે આઈઓએસ પ્લેટફોર્મ પર નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે. તે મુજબ ટ્વિટર યુઝર્સે દર મહિને 8 ડોલર ચૂકવી તેની પ્રિમિયમ સબ્સક્રિપ્સન સર્વિસ લઈ શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે ટ્વિટરની કમાન હાથમાં લેતા જ એલન મસ્કે પેઈડ બ્લૂ ટિક પર ભાર મુકલાનું શરૂ કરી દીધું હતું.
વિશ્વના આ દેશોમાં શરૂ કરવામાં આવી પૈઈડ સર્વિસ
ટ્વિટરના સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલ આ સેવા આઈઓએસ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવી છે. તેને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને બ્રિટન માં તે શરૂ કરવામાં આવી છે. એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર પેઈડ સર્વિસ ક્યાં સુધીમાં શરૂ થશે અને ભારત સહિતના એશિયાના દેશોમાં તે ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટ્વિટરના જણાવ્યા પ્રમાણે ટ્વિટર કંપનીની નુકસાની ઘટાડવા માટે પેઈડ બ્લૂ ટિક સર્વિસ શરૂ કરવામાં આવી છે.