'યે રિસ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી, સ્યુસાઈડ નોટ પણ મળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 15:31:11

ટીવી ઈન્ડસ્ટ્રીઝમાંથી એક આઘાતજનક સમાચાર બહાર આવ્યા છે. પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઈન્દોર સ્થિત પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને વૈશાલીઠક્કરે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.


વૈશાલી ઠક્કરે લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. યે રિસ્તા ક્યાં કહેલાતા હૈ તથા સસુરાલ સિમરન કા સહિતની અનેક જાણીતી ટીવી સિરિયલમાં પણ તેણે અભિનય કર્યો હતો. તે છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં નિવાસ કરતી હતી. તેના મોતના સમાચારથી ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.


મોતનું રહસ્ય અકબંધ


ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશનમાં વૈશાલીની આત્મહત્યાની ફરિયાદ નોંધાઈ છે. વૈશાલી ઠક્કરે શા માટે આત્મહત્યા કરી તે હજી સુધી જાણી શકાયું નથી. જો કે તેની લાશ પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટ પર આત્મહત્યાનું કારણ જાણી શકાશે. 



વૈશાલી ઠક્કર સગાઈ કરી હતી


વૈશાલી ઠક્કર ટૂંક સમયમાં લગ્ન કરવાની હતી. તેણીએ થોડા વર્ષો પહેલા ડેન્ટલ સર્જન અભિનંદન સિંહ હુંદલ સાથે સગાઈ કરી હતી. તેના લગ્ન પણ થવાના હતા, પરંતુ કોરોના મહામારીને કારણે તેના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. તે લગ્ન બાદ એક્ટિંગ છોડવા માંગતી હતી. જોકે, હવે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દરેક વ્યક્તિ તેના મૃત્યુનું કારણ જાણવા માંગે છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?