શનિવાર સાંજે ટીવી ઈન્ડસ્ટ્રિની અદાકારા તુનિષા શર્માએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તુનિષા શર્મા સોની સબ પર આવતી સીરિયલ અલીબાબા-દાસ્તાન-એ-કાબુલની મુખ્ય અભિનેત્રી છે. અભિનેત્રીએ સીરિયલના સેટ પર જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અચાનક આત્મહત્યાના સમાચાર આવતા તેમના ચાહકોને આઘાત લાગ્યો હતો. આપઘાત કયા કારણોસર કર્યું તે જાણવાની કોશિશ પોલીસ કરી રહી છે. પરંતુ મળતી માહિતી અનુસાર પોલીસે કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી લીધી છે.
આત્મહત્યા કે હત્યા તે અંગે પોલીસ કરશે તપાસ
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હતી. આત્મહત્યાના થોડા કલાકો પહેલા તુનિષા શર્માએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે જે લોકો પોતાના જુસ્સાથી આગળ વધે છે તે અટકતા નથી. તુનિષા શર્માએ કયા કારણોસર આપઘાત કર્યો તે કારણ હજી જાણી નથી શકાયું. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે. પોલીસને સુસાઈટ નોટ પણ નથી મળી. પોલીસે પ્રાથમિક તપાસ કરી કો-સ્ટાર શીઝાન મોહમ્મદની ધરપકડ કરી લીધી છે. તુનિષા શર્માએ શીઝાનના મેકએપ રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસે તુનિષા શર્માના કો-સ્ટાર શીઝાને આત્મહત્યા કરવા ઉશ્કેરી હતી.પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધી શીઝાનની ધરપકડ કરી છે. આ હત્યા આત્મહત્યા છે કે પછી હત્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યું છે.
તુનિષા શર્માનું કરિયર
તુનિષા શર્માએ 20 વર્ષની નાની ઉંમરે ઘણી પ્રસિદ્ધિ મેળવી લીધી હતી. શર્માએ 6થી વધુ સિરીયલમાં અભિનય કર્યો છે ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેત્રીએ બાર બાર દેખો, કહાણી 2, દુર્ગા રાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આવનાર સમયમાં તુનિષા શર્મા એક્ટર શિવિન નારંગ સાથે મ્યુઝિક આલ્બમ પણ શૂટ કરવાની હતી.