24 ડિસેમ્બરના રોજ ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ સીરિયલના સેટ પર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાને કારણે ટીવી ઈન્ટસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં તેમના કો-સ્ટાર અને પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ કેસને લઈ અનેક વખત તુનિષાની માતાએ વાતો કરી છે ત્યારે આ વખતે શીઝાનના પરિવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી છે. શીઝાનના પરિવારે તુનિષાની માતા પર ગંભીર આરોપો લગાવ્યા છે.
તુનિષા શર્માની માતા પર લગાવ્યા આરોપ
તુનિષા શર્માએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે. તુનિષા શર્મા કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. તુનિષા શર્માની માતાએ પ્રેસ કોન્ફરન્સ કરી કો-સ્ટાર અને પૂર્વ બોયફેન્ડ શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપ લગાવતા તેમણે કહ્યું કે શીઝાનને તેમની પૂત્રીને આત્મહત્યા કરવા પ્રેરી હતી. શીઝાન હાલ પોલીસની ગિરફ્તમાં છે. ત્યારે આજે શીઝાનના પરિવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પરિવારે તુનિષાની માતા પર આરોપ લગાવ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં શીઝાનના વકીલ પણ હાજર હતા અને દાવો કર્યો હતો કે તુનિષાની માતાએ અભિનેત્રીનો ફોન તોડી નાખ્યો હતો ઉપરાંત ગળું પણ દબાવ્યું હતું.
Tunisha Sharma death case | Tunisha's so-called uncle Pawan Sharma was her former manager, he was fired 4 yrs ago because he used to interfere a lot & behave harshly with her: Sheezan Khan's advocate pic.twitter.com/2lXobOS3Te
— ANI (@ANI) January 2, 2023
શીઝાનના પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં કર્યા અનેક ખુલાસા
Tunisha Sharma death case | Tunisha's so-called uncle Pawan Sharma was her former manager, he was fired 4 yrs ago because he used to interfere a lot & behave harshly with her: Sheezan Khan's advocate pic.twitter.com/2lXobOS3Te
— ANI (@ANI) January 2, 2023શીઝાનના પરિવાર દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં શીઝાનની બે બહેનો ફલક નાઝ અને શફાક નાઝ તેમજ તેમની માતા હાજર હતા. માતા અને બહેનોએ મળી તુનિષાની માતા વનિતા શર્મા વિશે વાતો કરી. આ અગાઉ તુનિષાની માતાએ શીઝાનના પરિવાર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેના પરિવારના સભ્યો તુનિષાને હિજાબ પહેરવા દબાણ કરતા હતા. શીઝાનની બહેને કહ્યું કે તેના અને તુનિષા વચ્ચે બહેન જેવા સંબંધો હતા અને બંને વચ્ચે સારો બોન્ડ હતો.