ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ સીરિયલના સેટ પર ગળે ફાંસો લઈ આત્મહત્યા કરી લીધી હતી. 24 ડિસેમ્બરના રોજ એક્ટ્રેસે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે અલીબાબા સિરીયલમાં ટીવી કલાકાર સાથે કામ કરતા શીઝાન ખાનની ધરપકડ કરી લીધી છે. આ બધા વચ્ચે તુનિષા શર્માની માતાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ શીઝાન વિશે ઘણું બધું કહેતા નજરે પડી રહ્યા છે.
શીઝાન ખાન છે પોલીસ કસ્ટડીમાં
ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે 24 ડિસેમ્બરના રોજ સોની સબ પર આવતી અલીબાબા સિરીયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તુનિષા શર્માએ સિરીયલના સેટ પર જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સમાાચાર સાંભળતા જ તેમના ચાહકો દુખી થઈ ગયા હતા. પોલીસે કાર્યવાહીના ભાગરૂપે તેમની સાથે સિરીયલમાં કામ કરતા કો-સ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી લીધી હતી. શીઝાનને 4 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
તુનિષા શર્માની માતાનો વીડિયો સામે આવ્યો
આ બધા વચ્ચે તુનિષા શર્માની માતાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે શીઝાન ખાને તેમની પુત્રીને દગો આપ્યો છે. તેની સાથે રિલેશન બનાયું. લગ્નના વાયદા કરી તુનિષા સાથે બ્રેકઅપ કરી લીધું છે.