જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા બાદ સુનામી આવી છે, સુનામીની હજું પણ 1.3 ફિટ ઉંચી છે. લહેરો હજું પણ ઉંચી જવાની શક્યતા છે. ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપની (TEPCO)એ શુક્રવારે કહ્યું કે જાપાનના નિગાટા પ્રાંતમાં દુનિયાના સૌથી મોટા પરમાણું ઉર્જા રિએક્ટર કાશીવાજાકી-કારીવા નજીક 1.3 ફિટ ઉંચી સુનામી નોંધાઈ હતી. ફુકુઈ પ્રીફેક્ચપ સુરક્ષા સમિતિએ કહ્યું કે રિએક્ટરની પરમાણું સુવિધાઓમાં કોઈ ઈમર્જન્સિ સ્થિતિ નોંધવામાં આવી નથી.
કોક્કાઈડોથી ક્યૂશૂ સુધી ખતરો
એજન્સીની રિપોર્ટ મુજબ જાપાનના ઉત્તરી ટાપુ હોક્કાઈડોથી લઈને દક્ષિણના ટાપુ ક્યૂશૂ સુધી સમગ્ર પશ્ચિમી તટ પર સુનામીની એલર્ટ જાહેર કરવામાં આવી છે. જ્યારે ઈશિકાવા પ્રાંતમાં અનેક ભૂકંપો બાદ મોટી સુનામીનો ખતરો જાહેર કરવામાં આવ્યો છે. સ્થાનિક સમયાનુસાર 16:06 (07:06 GMT)થી શરૂ થઈને ઈશિકાવા અને નિગાટા પ્રાંતના ક્ષેત્રમાં 4.3થી 7.6 તીવ્રતાવાળા 9 ભૂકંપ આવ્યા છે.
???????? Erste Tsunami Wellen in Japan auf Land getroffen. ????????????
Der Damm in der Präfektur Ishikawa konnte dem Tsunami, der nach dem Erdbeben in Japan begann, nicht standhalten. pic.twitter.com/kvfpX6fLqj
— AldousHuxley (@AHuxley1963) January 1, 2024
5 મીટર ઉંચી લહેરો
???????? Erste Tsunami Wellen in Japan auf Land getroffen. ????????????
Der Damm in der Präfektur Ishikawa konnte dem Tsunami, der nach dem Erdbeben in Japan begann, nicht standhalten. pic.twitter.com/kvfpX6fLqj
જાપાનમાં ભૂકંપના 21 ઝટકા અનુભવાયા હતા, સતત ધરતીકંપ બાદ 34 હજાર ઘરોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. અનેક રાજમાર્ગો બંધ કરવા પડ્યા હતા. જાપાનની સરકારી ચેનલ એનએચકે ટીવીએ ચેતવણી આપી છે કે સમુદ્રમાં 5 મીટર સુધી લહેરો ઉંચી ઉઠી શકે છે. સરકારે લોકોને તાત્કાલિક ઉંચા સ્થાનો કે નજીકની ઈમારતો પર ચઢી જવાનો આગ્રહ કર્યો છે.ભૂકંપથી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી.
ભારતીય દુતાવાસે ઈમર્જન્સિ કોન્ટેક્ટ નંબરોની યાદી કરી જાહેર
ભારતના ટોકિયો સ્થિત દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈમર્જન્સિ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબરોની યાદી જાહેર કરી છે. દૂતાવાસે 1 જાન્યુઆરી, 2024 ના રોજ ભૂકંપ અને સુનામીના સંબંધમાં કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરવા માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. નીચેના ઇમરજન્સી નંબરો અને ઈ-મેઇલ ID પર કોઈ પણ જાતની મદદ માટે સંપર્ક કરી શકાય છે.