અમેરિકા જવા માટે લોકો તલપાપડ થતાં હોય છે અને બાદમાં કઈ કઈ રીતે એ અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે એ આપણને ખબર છે પણ હવે એ બધુ કરવાની જરૂર નથી.. અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે
44 કરોડ આપીને કાયદેસર નાગરિક બની શકાશે!
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકન નાગરિકતા આપવાના બદલામાં 5 ગણા વધુ પૈસા વસૂલવાના છે ટ્રમ્પ સરકારે 'ગોલ્ડ કાર્ડ' નામનો નવો વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી. તેને 5 મિલિયન ડોલર એટલે 44 કરોડ ભારતીય રૂપિયામાં ખરીદી શકાશે.. એટલે જો અમેરિકા જવું છે નાગરિક કાયદેસર બનવું છે 44 કરોડ ખર્ચો
ગોલ્ડન કાર્ડના ફાયદા શું?
ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ'ને EB-5 વિઝા પ્રોગ્રામના વિકલ્પ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ભવિષ્યમાં 1 મિલિયન ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે. હાલમાં, EB-5 વિઝા કાર્યક્રમ યુએસ નાગરિકતા મેળવવાનો સૌથી સરળ માર્ગ છે. ટ્રમ્પે કહ્યું કે આ વિઝા કાર્ડ અમેરિકન નાગરિકતાનો માર્ગ ખોલશે. લોકો આ ખરીદશે અને અમેરિકા આવશે અને અહીં ઘણો ટેક્સ ચૂકવશે. તેમણે દાવો કર્યો હતો કે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહેશે અને રાષ્ટ્રીય દેવું ઝડપથી ચૂકવી શકશે. હવે આટલા પૈસા ખર્ચીને જો ત્યાં જે છે તો એનો ફાયદો શું થસે તો ગોલ્ડ વિઝા કાર્ડ નાગરિકોને ગ્રીન કાર્ડ જેવા વિશેષ અધિકારો આપશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ બે અઠવાડિયામાં શરૂ થવાની અપેક્ષા છે.
ભારતીયોને શું નુકશાન?
આમ તો USમાં કાયમી રહેવા માટે ગ્રીન કાર્ડ જરૂરી છે. આ માટે EB-1, EB-2, EB-3, EB-4 વિઝા પ્રોગ્રામ છે, પરંતુ EB-5 વિઝા પ્રોગ્રામ બેસ્ટ છે. તે 1990થી અમલમાં છે. જેના બદલે આ પ્રોગ્રામ ચાલુ થશે 'ટ્રમ્પ વિઝા પ્રોગ્રામ' એવા ભારતીયો માટે ખૂબ મોંઘો સાબિત થઈ શકે છે જેઓ અમેરિકન નાગરિકતા મેળવવા માટે EB-5 પ્રોગ્રામ પર નિર્ભર હતા. હવે એ બધા પાસે ગોલ્ડન કાર્ડનો વિકલ્પ છે.