'જળ સેવા એ જ પ્રભુ સેવા' કહેવતને સાચી પાડતા રીક્ષાવાળા, આ રીક્ષા ચાલકો ગરમીમાં બૂઝાવે છે લોકોની તરસ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-01 12:28:27

પાણી માટે આપણે ત્યાં અનેક કહેવતો કહેવામાં આવી છે. જળ એ જ જીવન, જળ સેવા એજ પ્રભુ સેવા સહિતની અનેક કહેવતો છે. ઉનાળા દરમિયાન પાણીનો સોસ પડતો હોય છે. ઉનાળા દરમિયાન અનેક પરબો ખોલવામાં આવતી હોય છે. ત્યારે એવા અનેક સેવાકીય માણસો હોય છે જે માનવતાને મહેકાવતા હોય છે. એવા અનેક રીક્ષા વાળા છે રાજ્યમાં, જે ગરમીના સમય દરમિયાન લોકોને ઠંડુ પાણી પીવડાવે છે. ગરમીમાં તરસ્યો લોકોને પાણી પીવડાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે. માનવતા પર વિશ્વાસ ટકાવી રાખે છે.   


અનેક વર્ષોથી કરે છે સેવાકાર્ય!

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોકોને પાણી મળી રહે તે માટે અનેક રીક્ષાવાળાઓ એવા હોય છે જે પોતાની રીક્ષામાં પાણી રાખે છે અને લોકોને પાણી પીવડાવે છે. ત્યારે જામનગરમાં હિરેન પાલા નામના વ્યક્તિ પોતાની રીક્ષામાં પાણી રાખે છે અને નિસ્વાર્થ ભાવે લોકોને પાણી પીવડાવે છે. હિરેનભાઈ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે પરંતુ તેમનું દિલ સેવાકીય કાર્યોમાં પરોવાયેલું છે. આ સેવાના કાર્યને લઈ પાણીના પ્લાન્ટવાળા વેપારી પણ તેમની પાસેથી રુપિયા નથી લેતા.      


રાજકોટમાં પણ રીક્ષાવાળા મહેકાવે છે માનવતા!

તે સિવાય રાજકોટમાં પણ એક એવા રીક્ષાવાળા છે જે નિસ્વાર્થ ભાવે લોકોને પાણી પીવડાવે છે. શૈલેષભાઈ મજેઠીયા તેમનું નામ છે. એક સમયે તેમના શરીરમાં પાણીની ઘટ થઈ હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેઓ લોકોને ઉનાળા દરમિયાન પીવાનું પાણી આપી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે. કોઈ વખત પાણીની સાથે જગમાં છાશનું વિતરણ પણ કરે છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...