અકસ્માતોની સંખ્યામાં વધારો સતત થઈ રહ્યો છે. અનેક હિટ એન્ડ રનની ઘટના બને છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. અકસ્માત સર્જ્યા બાદ અનેક ડ્રાઈવરો એવા હોય છે જેઓ અકસ્માત બાદ ફરાર થઈ જતા હોય છે. રસ્તા પર માણસને મરવા છોડી દેતા હોય છે. ત્યારે હિટ એન્ડ રનને લઈ નવો કાયદો બનાવવામાં આવ્યો છે જેનો વિરોધ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે. ભારતીય ન્યાયિક સંહિતા 2023માં સુધારો કરવામાં આવ્યો તે પછી, હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઈવરને 7 લાખ રૂપિયા સુધીના દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. આ નિયમનો વિરોધ ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં મહેસાણાથી લઇને રાજકોટ, સુરતથી લઇને ગીર અમદાવાદ, સોમનાથ અને ભરૂચ સહિતના ટ્રક ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે.
નવા કાયદનો ઠેર-ઠેર થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન
હિટ એન્ડ રનની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે. અનેક પરિવારોએ પોતાના પરિવારજનોને આવા અકસ્માતમાં ગુમાવ્યા હશે. હિટ એન્ડ રનના મુખ્યત્વે કેસોમાં અકસ્માત સર્જનાર ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ જતો હોય છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલ પણ નથી પહોંચાડવામાં આવતો જેને કારણે તેનું મોત થઈ જાય છે અનેક કિસ્સાઓમાં. હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસએ હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે. રાજ્યમાં ઠેર ઠેર આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
શનિવારે પણ ડ્રાઈવરો દ્વારા કરાયો હતો વિરોધ
હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઈવરને 7 લાખ રૂપિયા સુધીના દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. આ નિયમનો વિરોધ ડ્રાઈવરો કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. શનિવારે પણ વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આજે પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. એસટી બસમાં તોડફોડ કરવામાં આવી છે. ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોએ શનિવારે 30 ડિસેમ્બરે જયપુર, મેરઠ, આગ્રા એક્સપ્રેસ વે સહિત ઘણા હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એસટી બસ પર કરાયો હતો હુમલો
દેશના અનેક રાજ્યોમાં આ નવા નિયમનો વિરોધ ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પણ આ વિરોધ શરૂ થઈ ગયો છે. ટ્રક ચાલકોએ રાજકોટ-અમદાવાદ હાઇવે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાઈવે બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન ભીડમાંથી કેટલાક લોકોએ બસની બારીના કાચ તોડી નાખ્યા હતા. તે ઉપરાંત બાલાસિનોર અમદાવાદ હાઇવે ચક્કા જામ કર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઈસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેની સામે ટ્રકચાલકોમાં ઉગ્ર રોષ છે.