મંગળવારે તૃણુમુલ કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હેક થયા બાદ ટીએમસીના ટ્વિટર અકાઉન્ટનું પ્રોફાઈલ પિક્ચર અને નામ બદલી દેવામાં આવ્યું હતું. ટ્વિટર અકાઉન્ટનું નામ બદલીને યુગ લૈબ્સ કરી દેવાયું હતું. યુગ લૈબ્સ અમેરિકા સ્થિત એક ટેક્નોલોજી કંપની છે.
અનેક પાર્ટીના ટ્વિટર અકાઉન્ટ થયા છે હેક
હાલ ટેક્નોલોજીનો જમાનો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ટેક્નોલોજી આશીર્વાદરૂપ છે પરંતુ જો ટેક્નોલોજીનો દુરૂપયોગ કરવામાં આવે તે તેના અનેક પરિણામ ખરાબ આવી શકે છે. અનેક વખત અનેક પાર્ટીઓના ટ્વિટર હેન્ડલ હેક થઈ ગયા છે ત્યારે ટીએમસીનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકરે નામ બદલીને યુગ લૈબ્સ કરી દીધું હતું. તે પહેલા 10 ડિસેમ્બરના રોજ વાયએસઆર કોંગ્રેસનું નામ ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં હેક થયા બાદ ટ્વિટ કરવામાં આવ્યું છે. તે સિવાય એપ્રિલ 2022માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયનું સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.