મહારાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ ત્ર્યંબકેશ્વર મંદિરમાં કેટલાક દિવસો પહેલા વિધર્મીઓએ બળજબરીપૂર્વક ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. હવે સરકારે તે ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ માટે સરકારે ખાસ તપાસ ટીમ (SIT)ની રચનાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર SITની રચના કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી ઘટના સામે આવી હતી. આ જ કારણ છે કે સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે. અને વિસ્તૃત તપાસનો આદેશ આપ્યો છે.
नाशिक त्र्यम्बकेश्वर ज्योतिर्लिंग में चादर लेकर घुसने की कोशिश करते कुछ मुस्लिम लोग
यह मज़ाक नहीं है यह कोई सम्प्रदाय सौहार्द की भावना भी नहीं है
यह एक पवित्र ज्योतिर्लिंग है और यह एक तरह का आक्रमण है#trimbakeshwar #nashik pic.twitter.com/NlRzYMQxOE
— VIKRAM (@iamkartikvikram) May 15, 2023
સમગ્ર મામલો શું હતો?
नाशिक त्र्यम्बकेश्वर ज्योतिर्लिंग में चादर लेकर घुसने की कोशिश करते कुछ मुस्लिम लोग
यह मज़ाक नहीं है यह कोई सम्प्रदाय सौहार्द की भावना भी नहीं है
यह एक पवित्र ज्योतिर्लिंग है और यह एक तरह का आक्रमण है#trimbakeshwar #nashik pic.twitter.com/NlRzYMQxOE
મહારાષ્ટ્રના નાશિક સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓના એક જુથે મંદિરમાં જબરદસ્તીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મંદિરના સુરક્ષાકર્મીઓએ વિધર્મીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરના વહીવટી તંત્રએ હિંદુઓ સિવાય અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિગોમાંથી એક છે, અને કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ઘટના બાદ મંદિર સમિતિએ આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ફરાર આરોપીની શોધ ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.