STORY BY SAMIR PARMAR
વિક્રમ બત્રા ભારતીય સેનામાં કેપ્ટન પદે સેવા આપતા. કારગીલ યુદ્ધના મહાન યોદ્ધા કેપ્ટન વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1947ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુર ખાતે થયો હતો.
વિક્રમ બત્રાની તાલિમ
વિક્રમ બત્રાને બાળપણથી જ સેનામાં જોડાવાનું મન બનાવ્યું હતું અને તેમણે સંયુક્ત સંરક્ષણ સેવાની પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા હતા. આ સમય દરમિયાન તેમને હોંગકોંગમાં મર્ચન્ટ નેવીમાં નોકરી પણ મળી હતી પરંતુ તેમણે તે સેવા સ્વિકારી ના હતી. ત્યાર બાદ જુલાઈ 1996માં તેઓ ઈન્ડિયન મિલિટરી એકાદમી દહેરાદુનમાં જોડાયા હતા. તાલિમ બાદ તેએ 6 ડિસેમ્બર 1997ના રોજ જમ્મુ કાશ્મીરના સોપાર નામના સ્થળે તેમની નિમણૂક થઈ હતી.
વિક્રમ બત્રા અને કારગીલ યુદ્ધ
વર્ષ 1999ની કારગીલ યુદ્ધ દરમિયાન ઓપરેશન વિજય પોઈન્ટ 5,140 પર કબજો અને અન્ય ઘણા ઓપરેશન સાથે સંકળાયેલા હતા. તેમને વર્ષ 1999ના કારગીલ યુદ્ધમાં તેમની મહત્વની ભૂમિકા માટે તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ સૈન્ય અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમના નામ પરથી શેરશાહ ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેમનું પાત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાએ બખૂબી નિભાવ્યું હતું.