અમદાવાદમાં થોડા દિવસો પહેલા ઈસ્કોન નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં જે લોકોના મોત થયા છે તે લોકોના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીઓ પણ મોત થયા છે. ઓવરસ્પીડિંગમાં તથ્ય પટેલ નામના નબીરાએ લોકોને અડફેટે લઈ લીધા હતા. ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મૃતકોના જીવને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, તેમજ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
આટલા કિલોમીટરની ઝડપે દોડી રહી હતી તથ્ય પટેલની ગાડી
અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા. આ મામલે તથ્ય પટેલ વિરૂદ્ધ પોલીસ તપાસ કરી રહી છે. ઓવરસ્પીડિંગ હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોય તેવી વાતો તો કરવામાં આવતી હતી .અમદાવાદમાં ઈસ્કોન ઓવરબ્રિજ બ્રિજ પર જેગુઆર કારથી 10 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલનો FSL રિપોર્ટ આવી ગયો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ મુજબ અકસ્માત સર્જાયો તે વખતે તથ્ય પટેલે 142 પ્રતિ કલાકની સ્પિડથી જેગુઆર કાર દોડાવી હતી. આ સ્થિતીમાં તેણે કાર પરનો કાબુ ગુમાવી દીધો અને 10 લોકોના મોત થયા હતા. આ પૂર્વે આરોપી તથ્ય પટેલે કબૂલાત પણ કરી હતી કે તે જેગુઆર સ્પીડમાં ચલાવતો હતો અને તેણે બ્રેક મારી જ નહોતી. અત્રે ઉલ્લેખનિય છે અકસ્માતની આ ઘટના બાદ પોલીસે FSL અને RTOનો રિપોર્ટ ઉપરાંત જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ માગ્યો છે. FSLનો રિપોર્ટ આવ્યા પછી કોર્ટ અને પોલીસ તરફથી શું કાર્યવાહી થશે તેના પર લોકોની નજર છે.