સામાન્ય રીતે ટુ વ્હીલર પર બે જ વ્યક્તિઓ બેસી શકે છે. જો તમે ત્રિપલ સવારી પણ કરશો તો તમે કાયદો તોડ્યો કહેવાશે. અનેક એવા વ્યક્તિઓ હોય છે જે ત્રિપલ સવારી કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક્ટિવા પર સાત છોકરાઓને લઈ એક વ્યક્તિ જઈ રહ્યો છે. આ મુસાફરીનો વીડિયો કોઈએ ઉતારી લીધો અને મુંબઈ પોલીસને ટેગ કરી દીધો. પોલીસને આ અંગે જાણકારી મળતા કાર્યવાહી કરવામાં આવી અને મળતી માહિતી અનુસાર તે વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે.
Mumbaiમાં એક વ્યક્તિ એક Activa પર 7 બાળકોને બેસાડીને ટ્યુશન મુકવા નીકળ્યો, Video વાયરલ થતા ધરપકડ#mumbai #activa #video #Tuition #viralvideos #mumbaipolice #jamawat #jamawatupdate pic.twitter.com/SYJ7NmdmmK
— Jamawat (@Jamawat3) June 27, 2023
એક નાનો બાળક એક્ટિવાની પાછળ ઉભો છે
સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા અનેક લોકો સ્ટંટ કરી જીવનને જોખમમાં મૂકતા હોય છે. કોઈ ખુલ્લા હાથે વ્હીકલ ચલાવતા હોય છે, તો કોઈ બાઈક પર ઉભા રહી વ્હીકલ ચલાવતા હોય છે. ત્યારે મુંબઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં નથી તો સ્ટંટ કે નથી તો લાઈક મેળવવાની હાય. પરંતુ તે વીડિયોમાં એક વ્યક્તિ બાળકો સાથે સફર કરી રહ્યો છે. એક નાનો બાળક તો એક્ટિવાના પાછળના ભાગ પર ઉભો છે. જેમાં એક વ્યક્તિ એક્ટિવા ચલાવી રહ્યા છે પરંતુ સાત લોકોને એક્ટિવા પર બેસાડીને. વીડિયોને જોતા લાગે છે કે વ્યક્તિ બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા છે.
પોલીસે કરી વાહન ચાલક વિરૂદ્ધ કાર્યવાહી
એક અનુમાન પ્રમાણે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે 21 જૂનથી 24 જૂન વચ્ચેનો માનવામાં આવી રહ્યો છે. જ્યારે વ્યક્તિ એક્ટિવા પર બાળકોને બેસાડી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવી લીધો અને મુંબઈ પોલીસને ટેગ કરી. જે બાદ આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને તે વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે. આરોપીનું નામ મુનવ્વર શાહ છે અને તે નારિયેળની દુકાન ચલાવે છે. સાત બાળકોમાંથી ત્રણ બાળક પાડોસીના છે. તે બાળકોને ટ્યુશન છોડવા જઈ રહ્યા હતા. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ઘટના તારદેવ પોલીસ સ્ટેશનની છે. તે પહેલા મુંબઈ પોલીસે બાઈક પર સ્ટંટ કરતા યુવકની ધરપકડ કરી હતી.