ગુજરાત સરકારે હમણાં નવ દિવસ પહેલાં જ 23 IAS કક્ષાના અધિકારીઓની બદલી કરી હતી. જેમાં બ્રિજેશ મેરજાના પિતરાઈ ભાઈ રમેશ મેરજાને ભાવનગરના કલેક્ટર બનાવાયા હતા. આજે તેમની બદલીના સમાચાર સામે આવ્યા છે.
રમેશ મેરજાની 9 દિવસમાં બદલી
ભાવનગરના કલેક્ટર રમેશ મેરજાની માત્ર 9 દિવસની અંદર જ બદલી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા 12 ઓક્ટોબરે 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં IAS રમેશ મેરજાની પણ બદલી કરવામાં આવી હતી. જ્યારે આજે સમાચાર સામે આવ્યા છે કે તેમને ફરીથી અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે.
IAS ડીકે પારેખ ભાવનગરના નવા કલેક્ટર
રમેશ રાજાની જગ્યા ખાલી થતાં જ IAS ડીકે પરીખને ભાવનગરના નવા કલેક્ટર તરીકે નિમણૂક આપી દેવામાં આવી છે. IAS ડીકે પરીખ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીના એમડી પદે સેવા આપી, હવે તેઓ ભાવનગરના કલેક્ટર તરીકે સેવા આપશે.