શુક્રવાર સાંજે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટનાથી હજી લોકો બહાર નથી આવી શક્યા તો ફરી એક ટ્રેન દુર્ઘટના ઓડિશામાં ફરી સર્જાઈ છે. પથ્થરને લઈ જઈ રહેલી માલગાડીના અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર નથી મળી રહ્યા. બારગઢ જિલ્લાના મેંધાપાલી પાસે આ ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.
પાંચ ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા!
ઓડિશામાં આજે ફરી એક રેલ દુર્ઘટના સર્જાઈ છે. આજે જે રેલ દુર્ઘટના સર્જાઈ છે તેમાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. ઓડિશાના બારગઢમાં માલગાડીના પાંચ ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા હતા. જે માલગાડી સાથે દુર્ઘટના સર્જાઈ છે તે બરગઢ જિલ્લામાં સર્જાઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ફેક્ટરી પરિસરમાં સર્જાઈ દુર્ઘટના!
આ મામલે ઈસ્ટ રેલ્વે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે ઓડિશાના બરગઢ જિલ્લાના મેંધાપાલી નજીક ફેક્ટરી પરિસરમાં ખાનગી સિમેન્ટ ફેક્ટરી દ્વારા સંચાલિત માલસામાન ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ મામલે રેલવેની કોઈ ભૂમિકા નથી. આ સંપૂર્ણપણે ખાનગી સિમેન્ટ કંપનીનું નેરેગેજ સાઈડિંગ છે. તમામ માળખાકીય સુવિધાઓ કંપની દ્વારા જાળવવામાં આવી રહી છે.