ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. ઘાયલોને શોધવાની અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. કલેક્ટર, બાલાસોરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો એસઆરસીને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના એમડીએ જણાવ્યું છે કે 47 ઘાયલ મુસાફરોને બાલાસોરની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા અકસ્માતને લઈને ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર 6782262286 જારી કર્યો છે.અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 179થી વધુ લોકો ઘાયલ થયા છે.
પેસેન્જર ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા
મીડિયા રિપોર્ટ મુજબ કોરોમંડલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન હાવડાથી ચેન્નાઈ જઈ રહી હતી. આ ટ્રેન સાંજે 6.32 કલાકે બાલેશ્વરથી નીકળી હતી. પરંતુ આજે સાંજે બાલાસોરના બહાનાગા વિસ્તારમાં કોરોમંડલ સુપરફાસ્ટ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ હતી. આ પછી, કોરોમંડલ એક્સપ્રેસના ઓછામાં ઓછા 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના બાદ અનેક મુસાફરોને ઈજા થવાની આશંકા છે. સ્થાનિક સત્તાવાળાઓ, પોલીસ અને રેલવે દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
Visuals from a nearby district hospital where the injured have been taken to. pic.twitter.com/jVPlZreR0C
— Press Trust of India (@PTI_News) June 2, 2023
15 એમ્બ્યુલન્સ પહોંચી દુર્ઘટના સ્થળે
Visuals from a nearby district hospital where the injured have been taken to. pic.twitter.com/jVPlZreR0C
— Press Trust of India (@PTI_News) June 2, 2023એડિશનલ DMETએ જણાવ્યું હતું કે અમે ઘટનાસ્થળે 15 એમ્બ્યુલન્સ મોકલી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓને સોરો CHCમાં ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલાંક ઘાયલોને વધુ સારવાર માટે રિફર પણ કરવામાં આવી રહ્યાં છે.
કઈ રીતે સર્જાયો અકસ્માત?
બંને ટ્રેનો વચ્ચે અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ટ્રેન એક જ ટ્રેકમાં આવવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ છે. જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ ફેલ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવીને ટકરાઈ હતી. કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન ગુડ્સ ટ્રેનની ઉપર ચઢી ગયું છે. જે દર્શાવે છે કે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી. ટ્રેન દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ બંને ટ્રેન એક જ ટ્રેક પર સામ સામે આવી ગઈ હતી.