પ્રભાસની મોસ્ટ વોન્ટેડ ફિલ્મ આદિપૂરુષનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પ્રભાસ અને કૃતિ સેનન આ વર્ષની Most awaited ફિલ્મ છે જેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળવાના છે, જ્યારે કૃતિ સેનન સીતાના રોલમાં જોવા મળવાની છે. જ્યારે રાવણનું પાત્ર સૈફ અલી ખાન ભજવી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર જ્યારથી જાહેર થયું હતું ત્યારથી વિવાદમાં ઘેરાઈ ગઈ હતી. ત્યારે આ ફિલ્મનું ભવ્ય ટ્રેલર રિલીઝ થયું છે.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે આદિપૂરુષનું ટ્રેલર!
ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરની શરૂઆત પવન પુત્ર હનુમાનથી થાય છે. નિર્માતાઓએ પીવીઆર જુહુ ખાતે ટ્રેલર લોન્ચ કરવા માટે ઈવેન્ટનું આયોજન કર્યું હતું. ટ્રેલરને જોતા લાગે છે વીએફએસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. અનેક સીનમાં પણ બદલાવ કરાયા છે. ટ્રેલર લોન્ચ થતાં સોશિયલ મીડિયા પર આદિપૂરુષ ટ્રેન્ડ થઈ રહ્યું છે.
રામ ચરિત માનસની ચોપાઈથી શરૂ થાય છે ટ્રેલર
આદિપૂરૂષ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હનુમાનજીના નામથી ટ્રેલર રિલીઝ થયું છે. પાછળ રામચરિત માનસની ચોપાઈ સંભળાય છે. તે પછી એક વોઈસ ઓવર સંભળાય છે જેમાં ભગવાન રામના મહિમાનો ગુણગાન કરવામાં આવે છે. વીઓમાં સંભળાય છે કે આ કહાની છે મારા ભગવાન શ્રીરામની. જે માનવમાંથી ભગવાન બની ગયા. જેમનું જીવન મર્યાદા અને ઉત્સવ અને નામ હતું રાઘવ. અને પછી એન્ટ્રી થાય છે ભગવાનના વેશમાં આવેલા પ્રભાસની.
16 જૂનના રોજ આટલી ભાષામાં ફિલ્મ થવાની છે રિલીઝ!
આ ફિલ્મમાં મેકર્સ શું નવું લઈને આવશે તેવી વાત દરેકના મનમાં હતી કારણ કે રામાયણની કથા લગભગ બધાને ખબર છે. આદિપૂરુષ ફિલ્મ હનુમાનજીની દ્રષ્ટિએ બનાવવામાં આવી છે. હનુમાનજી આ ફિલ્મના મુખ્યસૂત્રધાર છે. ફિલ્મમાં હનુમાનજીનો રોલ દેવદત્ત નાગએ નિભાવ્યો છે. આ ફિલ્મ માત્ર હિંદીમાં નહીં પરંતુ અનેક ભાષાઓમાં રિલીઝ થવાની છે. તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. 16 જૂનના રોજ સિનેમાઘરમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો છે. મહત્વનું છે કે વિવાદ થવાને કારણે ટ્રેલરમાં ફેરફાર કરવામાં આવ્યા છે.