લોકડાઉનના સમયને યાદ કરાવતી મધુર ભંડારકરની ફિલ્મ 'ઈન્ડિયા લોકડાઉન'નું ટ્રેલર લોન્ચ


  • Published By :
  • Published Date : 2022-11-18 13:37:07

2019માં કોરોના મહામારીને કારણે દેશમાં તેમજ વિશ્વમાં લોકડાઉનમાં લગાડવામાં આવ્યું હતું. કોરોના મહામારી વધુ ન ફેલાય તેમજ તેને અટકાવવા દેશભરમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. લોકડાઉન પર મધુ ભંડારકર એક ફિલ્મ લઈને આવ્યા છે જેનું નામ છે ઈન્ડિયા લોકડાઉન. થોડા સમય પહેલા મધુ ભંડારકરે ફિલ્મનું ટિઝર રિલિઝ કર્યું હતું, ત્યારે હવે ફિલ્મ ઈન્ડિયા લોકડાઉનનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

  

ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થશે

આ ફિલ્મ રિયલ ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં શ્વેતા બાસુ પ્રસાદ, પ્રતીક બબ્બર તેમજ અનેક કલાકારો નજરે પડશે. આ ફિલ્મમાં લોકડાઉન દરમિયાન માણસોને પડેલી મુશ્કેલી બતાવવામાં આવી છે. લોકડાઉન વખતે લોકોને કેવો-કેવો સામનો કરવો પડ્યો હતો તે બધી ઘટનાઓ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. 2 ડિસેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. 


લોકડાઉનમાં લોકોને પડેલી મુશ્કેલી બતાવવાનો પ્રયત્ન 

આ ફિલ્મમાં શ્વેતા બાસુ મેહરૂન્નિસા, પ્રતિક બબ્બર માધવના રોલમાં તેમજ આહના કુમારા મૂન એલવીઝના રોલમાં જોવા મળશે.વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે લગભગ ચાર મહિના સુધી લોકો ઘરમાં પૂરાઈ ગયા હતા. કોરોનાને કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. કોરોના મહામારીને પગલે સમગ્ર દેશ ઠપ્પ થઈ ગયો હતો, ત્યારે લોકડાઉનમાં સામાન્ય માણસોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મમાં લોકોને પડેલી મુશ્કેલી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.   



વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?