અજાણ્યા ફોન કોલ્સથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર છે. ટ્રાઈએ ઓનલાઈન ફ્રોડની વધતી ઘટનાઓ રોકવા માટે ટેલિકોમ કંપનીઓને 40 દિવસમાં જ સૂચનો અને વાંધાઓ રજૂ કરવાના આદેશ આપ્યો છે.
ટેલિકોમ કંપનીઓને નોટિસ
ટ્રાઈએ કોલ કરનારા લોકોના સ્માર્ટ ફોન કે અન્ય ડિવાઈસ પર નંબર દર્શાવવાની વ્યવસ્થા લાગુ કરવા અંગે ટેલિકોમ કંપનીઓને સુચન પત્ર પાઠવ્યો છે. આ સૂચના પત્રમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર 27 ડિસેમ્બર 2022 સુધી તમામ સ્ટેકહોલ્ડર્સ અને ટેલિકોમ સેક્ટરની કંપનીઓ પાસેથી લેખિત સુચનાઓ માંગવામાં આવી છે. તે ઉપરાંત 10 જાન્યુઆરી 2023 સુધી વાંધાઓ પણ માંગવામાં આવ્યા છે. આ પત્ર ટ્રાઈની વેબસાઈટ (www.trai.gov.in) પરથી અપલોડ કરવામાં આવ્યો છે.