સુરતમાં બાળકીને હવામાં ઉછાળતી વખતે સર્જાઈ દુર્ઘટના! પિતાએ બાળકીને હવામાં ઉછાળતા માથુ પંખામાં અથડતા થયું મોત! વાંચો લાલબત્તિ સમાન કિસ્સો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-15 11:05:31

નાના બાળકોને અનેક વખત હવામાં ઉછાળવામાં આવતા હોય છે. બાળકોને ઉછાળીને રમાડવામાં આવતા હોય છે પરંતુ સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાળકોને જ્યારે હવામાં ઉછાળીએ તો તેમના ચહેરા પર ખુશી જોવા મળતી હોય છે પરંતુ અનેક વખત આવી રીતે કરવામાં આવ્યો વ્હાલ જીવલેણ સાબિત થઈ શકે છે. તેનું ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે. હવામાં એક પિતા પોતાની બાળકીને ઉછાળતા હતા પરંતુ બાળકીનું માથું પંખાની પાંખમાં આવી જતા નાની બાળકીનું મોત નિપજ્યું છે.


પંખાની પાંખમાં માથું આવી જતાં સર્જાઈ દુર્ઘટના!

બાળકોને ખુશ કરવા અલગ અલગ રીતે તેમને લોકો રમાડતા હોય છે. અલગ અલગ પ્રકારની મસ્તી કરવામાં આવતી હોય છે અનેક વખત હવામાં પણ બાળકને આનંદ થાય તે માટે ઉછાળવામાં આવતા હોય છે. પરંતુ સુરતમાં હવામાં ઉછાળાતા બાળકીનો જીવ જતો રહ્યો છે. રમાડવા માટે એક પિતાએ બાળકીને હવામાં ઉછાળી અને ઉપર પંખો હોવાને કારણે બાળકીનું માથું પંખાની પાંખમાં આવી જતા નાની માસુમ બાળકીનું મોત થયું છે.


માસુમ બાળકીનું થયું મોત!

મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે. લિંબાયતના ખાનપુરા વિસ્તારમાં મસરૂદ્દીન શાહનો પરિવાર રહે છે. પરિવારમાં ત્રણ પુત્રી છે અને એક પુત્ર છે. પિતા પોતાની બાળકીને રમાડી રહ્યા હતા અને રમાડવા માટે હવામાં ઉછાળી. આ ઘટનાને જોતા લાગી રહ્યું છે કે પિતાને ખબર નહીં હોય. પરંતુ ઉછાળતી વખતે પિતાને ધ્યાન ન રહ્યું કે ઉપર પંખો છે. અને જેવી બાળકીને ઉપર ઉછાડી તો તેનું માથું પંખામાં આવી ગયું. લોહીલુહાણ હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું અને પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.                 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...