દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ થવાને કારણે અનેક રાજ્યોથી ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પહાડી વિસ્તારોમાં મુખ્યત્વે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે કેદારનાથની યાત્રા હાલ ચાલી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ ભૂસ્ખલન થવાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાય છે જેમાં લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આવી જ ઘટના કેદારનાથના દર્શન કરવા ગયેલા ગુજરાતી પરિવાર સાથે બની છે. ભૂસ્ખલન થવાને કારણે યાત્રાળુઓની ગાડી નીચે દટાઈ ગઈ અને કારમાં સવાર પાંચેય લોકોના મોત થયા છે. ગુજરાતીઓ કાળનો કોળિયો બન્યા છે.
પર્વત પરથી પડ્યા મોટા મોટા પથ્થર
હિંદુ ધર્મમાં ચારધામની યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. કેદારનાથના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે. પરંતુ અનેક વખત ભૂસ્ખલન થવાના સમાચાર સામે આવતા હોય છે. ચોમાસાની સિઝનમાં અનેક વખત ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે ગુજરાતીઓ કેદારનાથના દર્શને ગયા હતા, તે યાત્રાળુઓને ભૂસ્ખલનનો સામનો કરવો પડ્યો છે. ભૂસ્ખલન થતાં ગાડી નીચે દટાઈ ગઈ હતી. હરિદ્વારથી કેદારનાથ ગાડી લઈને જઈ રહ્યા ત્યારે ભૂસ્ખલન થયું અને તેમની ગાડી પથ્થર નીચે દટાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ફાટા વિસ્તારમાં આ ઘટના બની છે. પથ્થર રેસ્કયુની કામગીરી 12 કલાક સુધી ચાલી રેસ્ક્યુની કામગીરી ચાલી હતી.
ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવામાં આવી
ભૂસ્ખલન થતાં રસ્તાઓનું ધોવાણ થતું હોય છે. આ ભૂસ્ખલન થતાં 60 મીટરનો રસ્તો ધોવાઈ ગયો હતો. જ્યારે યાત્રાળુઓની કાર જ્યારે ફાટા પહોંચ્યા તે દરમિયાન પર્વત પરથી પથ્થરો પડ્યા અને કાર નીચે પડી ગઈ અને ગાડીમાં સવાર પાંચ લોકોના મોત થઈ ગયા હતા. ત્યાંના અધિકારીના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સની ટીમ દ્વારા બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ રેસ્ક્યુની કામગીરી માટે વાતાવરણ અનુકુળ ન હતું, અનારાધાર વરસાદ વરસી રહ્યો હતો. જેને કારણે પથ્થર હટાવવામાં અનેક કલાકોનો સમય લાગ્યો. જ્યારે હવામાન સારૂં થયું ત્યારે બચાવની કામગીરી કરવામાં આવી. મળતી માહિતી અનુસાર જે ગુજરાતીઓના મોત થયા છે તે મણિનગરના રહેવાસી હતા.