Rajkotમાં સર્જાઈ દુર્ઘટના, સ્લેબ તૂટી પડ્તા લોકો થયા ઈજાગ્રસ્ત, વિપક્ષે ભાજપ પર કર્યા પ્રહાર, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-25 09:26:21

રાજકોટમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સર્વેશ્વર ચોકમાં પાસે એક સ્લેબ ધરાશાયી થયો છે. યાજ્ઞિક રોડ ઉપર ફૂડ બજાર ભરાય છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ખાવાપીવા આવતા હોય છે. રવિવારે મોડી રાત્રે શહેરના સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી જતાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્લેબ નીચે અનેક લોકો દટાયા હોવાની વાત સામે આવી હતી. આ દુર્ઘટનામાં 28 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનાને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.    

સ્બેલ ધરાશાયી થતાં સર્જાઈ દુર્ઘટના 

દુર્ઘટનામાં અનેક વખત અનેક લોકોના જીવ જતા હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં સ્લેબ તૂટી પડવાને કારણે લોકો મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ગઈકાલે રાજકોટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. રાજકોટ શહેરનાં સર્વેશ્વર ચોકમાં આવેલા સંતોષ ભેલ પાસેનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો જેને કારણે સ્લેબ નીચે અનેક લોકો દબાઈ ગયા હતા.

ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું અનુમાન 

આ ઘટનાને પગલે અનેક લોકો ઘાયલ થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને બચાવા રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડ્યો હતો જેને કારણે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.   


સુરેન્દ્રનગરમાં બની હતી બીજી મોટી દુર્ઘટના 

ગુજરાતમાં ગઈકાલે બે દુર્ઘટના સર્જાઈ હતી. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય  સરકાર પર પ્રહાર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી જેમાં લખવામાં આવ્યું હતું કે ભાજપનો ભ્રષ્ટાચાર હવે પોકારી રહ્યો છે. મહત્વનું છે કે એક દુર્ઘટના રાજકોટમાં બની હતી જ્યારે બીજી દુર્ઘટના સુરેન્દ્રનગરમાં બની હતી. સુરેન્દ્રનગરના વસ્તડી અને ચૂડા ગામને જોડતો પુલ ધરાશાયી થતાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પુલ તૂટવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. 


આવી દુર્ઘટનાઓ પાછળ ભ્રષ્ટાચાર જવાબદાર?

મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓ કહીને નથી આવતી. પરંતુ જો છાશવારે આવી દુર્ઘટનાઓ સર્જાય તો? કોઈના ઈચ્છે કે લોકોના મોત થાય છે પરંતુ આવી ઘટનાઓ બને છે એનું શું? પુલના નિર્માણ દરમિયાન આચરવામાં આવતો ભ્રષ્ટાચાર આવી દુર્ઘટનાઓ પાછળ જવાબદાર હોય છે તેવા આક્ષેપો કરવામાં આવતા હોય છે. ઘણી વખત વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા આ મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. આ વાતનું સમર્થન તમે પણ કરો? આ મુદ્દે તમારું શું માનવું છે તે અમને જણાવો... 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...