ગુજરાતના અનેક શહેરોમાં સર્જાઈ દુર્ઘટના, અનેક લોકોના થયા મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-23 10:59:30

ગુજરાતમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ચીખલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર આલીપોર બ્રિજ ઉપર ઈનોવા કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ચાર લોકોના મોત ઘટના સ્થળ પર થયા હતા. ઘટના સ્થળે 4 લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.





ગાંધીનગરમાં પણ બન્યો ગંભીર અકસ્માત 

બીજો એક અકસ્માત ગાંધીનગરના રાયસણના આંતરિક રોડ પર સર્જાયો છે. વીજ થાંભલા સાથે ગાડી ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો.  થાંભલા સાથે ગાડી અથડાતા થાંબલો ગાડી પર આવી ગયો હતો જેને કારણે ગાડી ગૂલાંટ ખાઈ ગઈ હતી. અકસ્માતને કારણે કારચાલક અને આગળ બેઠેલ અન્ય યુવાનના મોત નિપજ્યા હતા. કારમાં બેઠેલો ત્રીજો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્પીડમાં ગાડી ચલાવવાની મજા સજામાં બદલાઈ છે. તે સિવાય અમદાવાદમાં ગાડીને કારણે એક વૃદ્ધાનું મોત થયું હતું. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...