જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે આપણે ઈતિહાસમાં બનેલી ઘટનાઓમાંથી કઈ નથી શિખતા.. ઈતિહાસમાંથી બોધપાઠ નથી લેતા. વાત મહદ અંશે સાચી પણ છે..થોડા દિવસ પહેલા પોઈચાની નર્મદા નદીમાં સાત જેટલા લોકો ડૂબી ગયા હતા.. અનેક દિવસો સુધી ત્યાં રેસ્ક્યુની કામગીરી ચાલી હતી, અને મૃતકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે વધુ એક દુર્ઘટના ભાવનગરથી સામે આવી છે જ્યાં બોરતળાવમાં પાંચ લોકો ડૂબી ગયા છે. મળતી માહિતી અનુસાર ચાર બાળાઓના મોત થઈ ગયા છે.. બાળકીઓને ડૂબતા બચાવાના પ્રયત્ન સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરવામાં આવ્યા પરંતુ માત્ર એક બાળકીનો જીવ બચાવવામાં સફળતા મળી તેવી વાત સામે આવી છે.. કપડા ધોવા માટે બાળાઓ ભેગી થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે..
બોરતળાવમાં ડૂબી જવાને કારણે સર્જાઈ દુર્ઘટના
ભાવનગરથી એક મોટી દુખદ ઘટના સામે આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે અનેક લોકો સ્વીમિંગ પૂલમાં, નદીમાં ન્હાવા જતા હોય છે.. પરંતુ અનેક વખત દુર્ઘટના પણ સર્જાઈ જતી હોય છે.. થોડા સમય પહેલા પોઈચા પાસે આવેલી નર્મદા નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. તે બાદ મોરબીથી પણ ડૂબી જવાનો કિસ્સો સામે આવ્યો.. ત્યારે ફરી એક વખત ડૂબી જવાને કારણે ચાર બાળાઓના મોત થઈ ગયા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.. ભાવનગરના બોરતળાવમાં ડૂબી જવાને કારણે ચાર લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે..
સ્થાનિક લોકોને મળી એક બાળકીને બચાવવામાં સફળતા
મળતી માહિતી અનુસાર બોરતળાવની આસપાસ રહેતી બાળાઓ કપડા ધોવા માટે ભેગા થઈ હતી.. તેમાની એક બાળા અચાનક ડૂબવા લાગી, તેને બચાવવા માટે બાકીની બાળાઓએ પાણીમાં છલાંગ લગાવી.. તમામ બાળકીઓ ડૂબવા લાગી.. ડૂબતી બાળકીઓને જોતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા અને બચાવવા માટે પ્રયત્નો કર્યા. એક બાળકીને બચાવી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે..
ઈતિહાસની ઘટનાઓમાંથી આપણે ક્યારે શીખીશું?
મહત્વનું છે કે પાણીમાં ડૂબી જવાથી અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. ઉનાળાના સમયમાં લોકો પાણીમાં ન્હાવું વધારે પસંદ કરે છે, કોઈ જગ્યા પર ફરવા જાય તો ત્યાં પણ પાણીમાં ન્હાતા લોકો દેખાય છે. આપણા વડીલો અનેક વખત આપણને કહેતા હોય છે કે અજાણ્યા પાણી સાથે મસ્તી ના કરવી જોઈએ.. આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે સવાલ થાય કે આપણે ઈતિહાસમાંથી ક્યારે શીખીશું?