અમદાવાદ બાદ સુરતમાં મોટી દુર્ઘટના
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ લિફ્ટ તુટીયાની ઘટના બની છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે અવિયું છે. સુરત શહેર ના પાંડેસરા વિસ્તારના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ લિફ્ટ તૂટતા 2 લોકોના મોત થયા છે . ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ ઘટના ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા હાલ ઘટનાને લઈને વધુ તપાસ હાથધરવામ આવી છે.
બે દિવસ પહેલા અમદાવાદમાં બની હતી ઘટના
અમદાવાદમાં પણ બુધવારે આ જ પ્રકારની ઘટના ઘટી હતી. જેમાં લિફ્ટ તૂટતાં7 શ્રમિકોના મોત નિપજ્યાં હતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એડોર એસ્પાયર-2 બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મૃત્યુ થયા હતા. જે મામલે બિલ્ડરને સાઇટ ક્લોઝર નોટિસ પણ ફટકારાઇ હતી. આ ઘટનામાં પોલીસે 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી હતી. પોલીસે 3 કોન્ટ્રાકટરો વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી હતી. તદુપરાંત મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર પણ ચૂકવાશે કે જેની વસૂલાત બિલ્ડર પાસેથી જ કરાશે.