મુંબઈના તોફાની દરિયામાં ન્હાવા પડેલા યુવાનો સાથે સર્જાઈ દુર્ઘટના! વાવાઝોડાનું એલર્ટ હોવા છતાં છોકરાઓ અડધો કિમી દરિયાની અંદર ગયા અને ડૂબ્યાં!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-13 11:10:01

માણસની એક પ્રકૃતિ હોય છે કે જે વસ્તુ કરવાની ના પાડી હોય તે વસ્તુ પહેલા તે કરે. આ વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે મુબંઈના જુહુ બીચના દરિયાઈ વિસ્તારમાં ન્હાવા ગયેલા 6 જેટલા છોકરાઓ પાણીમાં તણાઈ ગયા હતા જેમાંથી બે જેટલા લોકોને રેસ્ક્યુની ટીમે બચાવી લીધા છે જ્યારે ચાર લોકો હજી સુધી લાપતા છે. જે છોકરાઓની શોધખોળ કરવામાં આવી રહી છે તેમની ઉંમર 12થી 15 વર્ષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને લઈ મુંબઈમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉંચા મોજા ઉછળવાને કારણે બચાવની કામગીરી કરી રહેલી ટીમને મુશ્કેલી પડી રહી છે.         



ન્હાવા માટે યુવાનોએ જોખમમાં મૂક્યો પોતાનો જીવ!

બિપોરજોયને કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં પણ વાવાઝોડાને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાની અસર ભલે સૌથી વધારે ગુજરાત પર થવાની છે પરંતુ મુંબઈના દરિયામાં પણ ભારે મોજા ઉછળી રહ્યાં છે. ઉંચા મોજા ઉછળવાને કારણે જુહુ બીચ પાસે દરિયાઈ મોજામાં પાંચથી 6 યુવાનો તણાઈ ગયા અને ડૂબી ગયા હતા. મળતી માહિતી અનુસાર રેસ્ક્યુની ટીમ દ્વારા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બીજા લોકો હજી પણ ગુમ છે. મળતી માહિતી અનુસાર છોકરાઓ દરિયાના અડધા કિલોમીટર અંદર ન્હાવા ગયા હતા જે દરમિયાન તેમની સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી. રેસ્ક્યુ ટીમને પણ ઉંચા મોજા ઉછળવાને કારણે તકલીફ પડી રહી છે. 


બિપોરજોયને પગલે દરિયાકાંઠે ન જવા અપાઈ છે સૂચના!

મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે દરિયાકાંઠે ન જવું.પરંતુ થોડા ક્ષણની મજા માણવા અનેક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. નોંધનીય છે કે અરબી સમુદ્રમાં ચક્રવાત બિપોરજોયને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા પણ એક એવો વીડિયો સામે આવ્યો હતો જેમાં શાંત લાગતો દરિયો અચાનક રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને અનેક લોકોને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારે આપણી અવરચંડાઈને કારણે આપણે જ પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે.         



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..