બિહારમાં બ્રિજ તૂટી પડતા સર્જાઈ દુર્ઘટના! ગંગા નદી પર નિર્માણધીન બ્રિજ ફરી એક વખત ધરાશાયી! ભ્રષ્ટાચાર અંગે ઉઠ્યા સવાલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-05 11:11:36

થોડા સમય પહેલા ગુજરાતના મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકો કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે બિહારના ખગરિયામાં અગુવાની સુલતાનગંજ વચ્ચે નિર્માણધીન બ્રિજ રવિવાર સાંજે ધરાશાયી થઈ ગયો હતો. પુલના ચાર સ્લેબ નદીમાં પડી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ શ્રમિક કામ કરી રહ્યા ન હતા. બ્રિજનો લગભગ 192 મીટર ભાગ નદીમાં પડી ગયો હતો. પુલ પડવાની ઘટના સામે આવતા પુલ નિગમના એમડી સહિતની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. મહત્વનું છે કે આ બ્રિજ 1710.77 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

   

નિર્માણધીન બ્રિજનો સ્લેબ થયો ધરાશાયી!

વર્ષ 2014માં મુખ્યમંત્રી નિતીશ કુમારે આ બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો અને 2015થી આ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ બ્રિજ 1710.77 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રવિવાર સાંજે આ નિર્માણધીન બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. દુર્ઘટનામાં ચાર પિલર તૂટી પડ્યા હતા. 192 મીટરનો ભાગ નદીમાં પડી જતા નદીમાં અનેક ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. જે બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે તે પુલની લંબાઈ 3.16 કિમી છે. અગુવાની અને સુલતાનગંજ ઘાટ વચ્ચે બાંધવામાં આવી રહ્યો છે.    


આ પહેલા પણ બ્રિજના નિર્માણ દરમિયાન સર્જાઈ હતી દુર્ઘટના! 

બ્રિજ નિર્માણ દરમિયાન આવી પહેલી વાર ઘટના બની હોય તેવું નથી. ગયા વર્ષે પણ પુલના સ્લેબ ધરાશાયી થયા હતા. ત્રણ પિલરના 36 જેટલા સ્લેબ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે આ વખતે બીજી વખત આવી દુર્ઘટના સર્જાઈ છે જેને કારણે આ બ્રિજના નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાતો ચર્ચાઈ રહી છે.  


દુર્ઘટના માટે કોણ જવાબદાર તે અંગે કરાશે તપાસ!  

ગુજરાત હોય કે બિહાર દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તે આવી ઘટનાઓ સાબિત કરે છે. કાગડા બધે કાળા જ હોય છે આ કહેવતને આવી ઘટનાઓ સાચી સાબિત કરે છે. આ ઘટના અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેનું કારણ શોધવામાં આવશે. પરંતુ આવી દુર્ઘટના સર્જાય જ નહીં તે અંગે વિચાર કરવામાં નહીં આવે. ખેર હવે ફરી આ દુર્ઘટના માટે શું કારણ આપે છે તે જોવાનું રહ્યું પણ દેશની જનતાના પરસેવાની કમાણી કેવી રીતે પાણીમાં વહી જાય છે તેનું ઉદાહરણ આ દુર્ઘટના બતાવી જાય છે.  


સરકારને ઘેરવાનો કરાયો પ્રયાસ!

આ દુર્ઘટનાને લઈ સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. પરબત્તાના ભાજપના ધારાસભ્ય ડો. સંજીવ કુમારે કહ્યું કે જે રીતે બ્રિજ તૂટી પડ્યો છે, આનાથી મોટો ભ્રષ્ટાચારનો પુરાવો શું હોઈ શકે? બ્રિજ બનાવવાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. ગયા વર્ષે જ્યારે પુલનો એક ભાગ તૂટી પડ્યો ત્યારે મેં વિધાનસભામાં ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?