આપણે બહાર મૂડ ફ્રેશ કરવા માટે જતા હોઈએ છીએ. ઘરેથી નીકળીએ ત્યારે મનમાં વિચારી લીધું હોય કે ત્યાં જઈને આપણે આ કરીશું અને તે કરીશું. પરંતુ જ્યારે આ પ્લાનમાં ટ્રાફિકજામ વિધ્ન બને તો? સોશિયલ મીડિયા પર ટ્રાફિકજામના અનેક વીડિયો સામે આવી રહ્યા છે જે મુખ્યત્વે હિમાચલ પ્રદેશ જઈ રહેલા લોકોએ પોસ્ટ કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રાવેલ કરી રહેલા લોકોએ ફરિયાદ કરવાની શરૂઆત કરી દીધી. ન માત્ર હિમાચલ પ્રદેશમાં આવી દશા હશે પરંતુ આવી અનેક જગ્યાઓ હશે જ્યાં આવા ટ્રાફિકજામના દ્રશ્યો દેખાતા હશે.
હિલસ્ટેશન પર જોવા મળી ગાડીઓની લાંબી કતાર
ક્રિસમસ તેમજ ન્યુ યરનું વેકેશન શરૂ થતાં જ લોકો બહાર ફરવા જતા હોય છે. સૌથી પહેલી પસંદ લોકોની હિલસ્ટેશનની હોય છે. ત્યારે આ વેકેશનની શરૂઆત થતાં જ લોકો બહાર જવા નીકળી ગયા છે. જાય પણ કેમ નહી, આ વખતે બંને ફેસ્ટિવલ વિકએન્ડ પર આવી રહ્યા છે. જે લોકો વેકેશન મનાવવા નથી જઈ શક્યા તેમને દુખ થતું હશે પરંતુ જે વીડિયો વેકેશન પર જઈ રહેલા લોકો પોસ્ટ કરી રહ્યા છે તે કદાચ જે લોકો નથી ગયા તેમનં દુખ હળવું કરી શકે છે. હિલસ્ટેશન પર એટલી બધી ભીડ ભેગી થઈ ગઈ કે તેનો હિસાબ નથી મળતો. હિલસ્ટેશન પર કેટલી ભીડ હશે તેનો અંદાજો ટ્રાફિક જામના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી લગાવી શકાય છે.
ટ્રાફિક જામના વીડિયો પર સામે આવી અલગ અલગ પ્રતિક્રિયા
હિમાચલ પ્રદેશથી વીડિયો સામે આવ્યા છે જે ગભરાઈ દે તેવા છે. ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલી ગાડીઓ છે અને ક્યારે નંબર લાગશે તેની ખબર નથી. અલગ અલગ લોકો આ ટ્રાફિક જામની પોસ્ટ પર રિએક્શન આપી રહ્યા છે. મહત્વનું છે કે અનેક વખત આવા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવતા હોય છે.