હિમાચલમાં મુશળધાર વરસાદ, 72 લોકોના મોત, કુલ્લુ અને મનાલીમાં અંધારપટ યથાવત, 500 પર્યટકો ફસાયા


  • Published By :
  • Published Date : 2023-07-11 19:14:34

હિમાચલમાં કેટલાક દિવસોથી સતત થઈ રહેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મુશળધાર વરસાદથી રાજ્યના તમામ મોટા શહેરોમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કરોડોની માલ મિલકતનું નુકસાન થયું છે. નદીઓ ગાડીતુર બનીને વહેતા મકાનો, માર્ગો અને હોટેલોને નુકસાન થયું છે. રાજ્યમાં ત્રણ નેશનલ હાઈવે સહિત 1235થી વધુ માર્ગો તુટી ગયા છે.


72 લોકોના થયા મોત


હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ધોધમાર વરસાદના કારણે 72 લોકોના મોત થઈ ચુક્યા છે. તેમાંથી 30 લોકોના મોત તો રાજ્યમાં ચાર દિવસથી થઈ રહેલા ભૂસ્ખલનના કારણે થયા છે. સૌથી વધુ 22 મોત શિમલા જિલ્લામાં ત્યાર બાદ કુલ્લુમાં 16, સોલનમાં 6, હમીરપુરમાં 5, વિલાસપુર અને સિરમૌરમાં 3-3, મંડી, ઉના અને કિન્નોરમાં 2-2 અને કાંગડામાં એક વ્યક્તિનું મોત થયું છે.  


કુલ્લુ અને મનાલીમાં અંધારપટ


હિમાચલ પ્રદેશના કુલ્લુ અન મનાલીમાં વિદ્યુત અને ટેલિકોમ સર્વિસ 4 દિવસોથી સંપુર્ણપણે ઠપ થઈ ગઈ છે. પાણી ભરાવાના કારણે અને વીજપોલ ધરાશાઈ થતા આ સ્થિતી સર્જાઈ છે. કુલ્લુ ખીણના તમામ માર્ગો તુટી જતા વિસ્તારમાં જીવનજરૂરી ચીજોની અછત સર્જાઈ છે. લોકોને દુધ અને બ્રેડ પણ મળતા નથી.


400થી 500 પર્યટકો ફસાયા


કુલ્લુ જિલ્લામાં જ મણિકર્ણ ઘાટમાં મણિકર્ણ ગુરૂદ્વારાનો કેટલોક ભાગ નદીમાં વહી ગયો છે. તે ઉપરાંત મણિકર્ણથી બરશૈણીનો કેટલોક ભાગ વહી ગયો છે. મળતી જાણકારી મુજબ 400થી 500 પર્યટકો બરશૈણીના પુલગા, તુલગા, તોષ અને બરશૈણી પર્યટન સ્થળે ફસાઈ ગયા છે. સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા આ પર્યટકોને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..