ખોરાકમાં વધારે પડતું મીઠું થઈ શકે છે જીવલેણ સાબિત! વિશ્વ આરોગ્ય સંસ્થાએ રિપોર્ટમાં કર્યા અનેક ખુલાસા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-15 16:19:15

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં વધારે મીઠું ખાવાથી શું નુકસાન થાય તે અંગે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર લોકોએ મીઠાનું સેવન 30 ટકા સુધી ઘટાડવું પડશે. તે માટે 2025 સુધી ઝુંબેશ ચલાવવામાં આવશે. મીઠાનું સેવન કરવાથી લોકોના જીવને જોખમ રહેતું હોય છે. મીઠાનો ઉપયોગ, સેવન અને વધારે પડતા સેવન કરવાથી થતાં નુકસાનને લઈ લોકોને જાગૃત કરવામાં આવશે. જો મીઠાનું સેવન ઓછું નહીં કરવામાં આવે તો અનેક લોકોના જીવ આને કારણે જઈ શકે છે. 


World Salt Awarness Weekની થઈ રહી છે ઉજવણી  

સમગ્ર વિશ્વમાં 19થી 29 માર્ચ સુધી World Salt Awarness Weekની ઉજવણી કરવામાં આવી રહ્યું છે. આ અઠવાડિયા દરમિયાન લોકોને વધારે પડતા મીઠાના સેવનથી થતા નુકસાનને લઈ લોકોને જાગૃત કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેમાં મીઠાનું સેવન કરવાની વાતને લઈ ખુલાસો કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે વધુ સોડિયમ ખાવાથી શું સમસ્યા થઈ શકે છે તે અંગે જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં તે લક્ષ્ય નિર્ધારિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે 2030 સુધીમાં લોકોમાં 30 ટકા સુધી મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. વધારે પડતા મીઠાનું સેવન કરવાથી લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.


લોકોને જાગૃત કરવા ચલાવાશે ઝુંબેશ 

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર એક મોટી વસ્તી જરૂરિયાત કરતા વધારે મીઠાનું સેવન કરે છે. જેને કારણે આગામી વર્ષોમાં લગભગ 70 લાખ જેટલા લોકોના મોત મીઠાને કારણે થઈ શકે છે. મીઠાને કારણે થતી બીમારીઓને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સિવાય મીઠાના સેવનથી વોટર રિટેન્શન વધી શકે છે જેને કારણે શરીરમાં સોજા આવવાની સમસ્યા ઉભી થાય છે. તે ઉપરાંત હાડકા પણ નબળા થઈ જાય છે. જેને કારણે કિડની અને લિવર જેવા અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે. તે માટે લોકોને જાગૃત કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. વિશ્વભરના લોકો દરરોજ 10.8 ગ્રામ મીઠું ખાય છે જેને ઓછું કરવું જોઈએ નહીંતર લોકો માટે મીઠું નુકસાન સાબિત થઈ શકે છે.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?