આવતી કાલે છે ઉત્તરાયણ, આ દિવસે દાન અને સ્નાનનો વિશેષ મહિમા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-13 17:34:34

આપણે ત્યાં સૂર્યદેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને કારણે આ દિવસને મકરસંક્રાતિ કહેવામાં આવે છે. ઉત્તરાયણ બાદ શુભ કાર્યોની શુભ શરૂઆત થાય છે. વર્ષ દરમિયાન 6 મહિના દક્ષિણાયન હોય છે અને 6 મહિના સુધી ઉત્તરાયણ હોય છે.  દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ સૂર્ય ગતિ કરશે.  


મકર સંક્રાતિએ સ્નાન અને દાનનો મહિમા

ઉત્તરાયણના દિવસે દાન, તપ તેમજ સ્નાનનો વિશેષ મહિમા રહેલો છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન તલનો ઉપયોગ કરવાથી વિશેષ લાભ મળે છે. અલગ અલગ પ્રકારથી તલનો ઉપયોગ કરવામાં આવે છે. તેલના તલથી માલિશ કરવી જોઈએ, તલ ઉમેરેલા જળથી સ્નાન કરવું જોઈએ. તલના દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ પર્વ દરમિયાન સૂર્ય દેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. આ દિવસ દરમિયાન ગોળ, તલ, કપડા, ખીચડી અને પૈસાનું દાન કરવાનો વિશેષ મહત્વ રહેલું છે.     


ઉત્તરાયણના દિવસે ભગવાન સૂર્યની કરાય છે પૂજા 

મકરસંક્રાતિના દિવસે શકય હોય એટલા આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ પાઠ કરવાથી સૂર્યનારાયણ ભગવાનની કૃપા દ્રષ્ટિ ભક્તો પર રહે છે. આ દિવસે દાન કરવાનું મહત્વ તો છે જ પરંતુ તેની સાથે સાથે સ્નાન કરવાનો પણ મહિમા રહેલો છે. તીર્થસ્થાન પર જઈ કરવામાં આવેલું સ્નાન અનેક ઘણું ફળ આપે છે. જો તીર્થસ્થાન પર જવું શક્ય ન હોય તો ગંગા મૈયાનું ધ્યાન કરવું જોઈએ. અને સ્નાન કરતી વખતે આ મંત્રનું ઉચ્ચાર કરવું જોઈએ. ગંગે ચ યમુને ચૈવ, ગોદાવરી સરસ્વતી. કાવેરી સિન્ધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?