વાવ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો કાલે અંતિમ દિવસ, ભાજપ અને કોંગ્રેસના કોણ હશે ઉમેદવાર? Suspense યથાવત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-24 17:37:08

વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે. જાતીય સમીકરણો રાજકીય કારકિર્દીને બધુ આ ચુંટણીમાં ખૂલીને દેખસે આધુરમાં પૂરું ગેનીબેનના કાકાએ આ ચુંટણીમાં ફોર્મ ભર્યું છે. 

કોંગ્રેસ અને ભાજપમાંથી કોણ હશે ઉમેદવાર?

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પરંતુ ભાજપ કે કોંગ્રેસ એમ બેમાંથી એકપણ પક્ષે હજુ સુધી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી . કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ ફાઇનલ હોવાનું મનાઇ રહ્યું છે. બીજીતરફ ભાજપમાં હજુપણ ઉમેદવાર અંગે મંથન ચાલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે.. .આ વિષય પર ગઈકાલે મિટિંગ પણ થઇ ઠાકોર સમાજના પ્રભુત્વવાળી આ બેઠક પર ભાજપ ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારશે કે પછી બ્રાહ્મણ ચહેરા પર દાવ અજમાવશે તેની ચર્ચા થઇ રહી છે.. કારણ કે ટિકિટ મેળવવા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. 50 દાવેદારોએ ટિકિટની માગણી કરી છે  છેલ્લી 2 ટર્મથી આ બેઠક પર મહિલા ઉમેદવાર એટલે કે ગેનીબેન ઠાકોરની જીત થતાં ભાજપમાંથી ઘણા મહિલા દાવેદારો પણ આગળ આવ્યા છે 


ભાજપ બ્રાહ્મણ ચહેરાને ઉતારી શકે છે ઉમેદવાર તરીકે

ભાજપમાંથી જે નામોની સૌથી વધારે ચર્ચા થઇ રહી છે એ છે એક સમયે ગેનીબેન ઠાકોરનો જમણો હાથ ગણાતા અમીરામ આશલ જો કોંગ્રેસ ઠાકોર-ચૌધરી સિવાય અન્ય ચહેરો ઉતારે તો ભાજપ પણ બ્રાહ્મણ ઉમેદવારનો પ્રયોગ કરી શકે છે. અને પહેલું નામ રેસમાં અમીરામ આશલનું ચાલે છે જોકે વાતતો પરબત પટેલના દીકરા શૈલેષ પટેલને ટિકિટ આપવાની પણ થઇ રહી છે અને જો જાતિગત સમીકરણ જોઈને ટિકિટ આપે છે તો ઠાકોર ઉમેદવારો તો છેજ જેમાં સ્વરૂપજી ઠાકોર , મુકેશ ઠાકોર આ બધા નામ તો ચાલી જ રહ્યા છે 


અપક્ષ તરીકે આમને નોંધાવી દાવેદારી

આ બધાની વચ્ચે ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. અને એના કારણે પણ ભાજપને સીધો ફાયદો થતો દેખાય છે એટલે બધા પક્ષ પોત પોતાની રીતે વાવ જીતવા માટે શામ દામ દંડ ભેદની નીતિ આપવાની રહ્યા છે 


કોણ હોઈ શકે છે કોંગ્રેસના ઉમેદવાર?

હવે વાત કોંગ્રેસની કરીએ તો વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી. ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. જેમાં ગુલાબસિંહનું નામ ઓલ્મોસ્ટ ફાઇનલ જેવુ છે આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?