ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ ચાલી રહી છે તેવામાં આવતીકાલે મહિલા હોકીની મેચ રમાવા જઈ રહી છે. રાજકોટના રેસકોર્સ ખાતે મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ પર ગુજરાત અને હરિયાણાની મહિલાઓ હોકી સ્ટીક લઈને ગ્રાઉન્ડ પર ઉતરશે.
આવતીકાલે રાજકોટમાં હૉકી ફિવર સર્જાશે
આવતીકાલે સાંજે સવા સાત વાગ્યે રાજકોટ ખાતે 6 ટીમ હોકી મેદાનમાં એકબીજા સામે ઉતરશે. ભારતના 11 રાજ્યોના હોકી ખેલાડીઓ 40 જેટલી મેચ રમશે. 11 ઓક્ટોબરે પુરુષ અને મહિલા હોકીની ફાઈનલ મેચ રમાશે.