ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સે પણ તેના બર્ગર અને રેપ્સમાંથી ટામેટાને હટાવ્યા, લોકોએ આપી આવી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-07-12 17:00:25

દેશમાં ટામેટાના ભાવ આસમાને પહોંચતા હાહાકાર મચ્યો છે, બજારમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયા છે. આજ કારણે દેશના ઉત્તર-પૂર્વ ભાગની અસંખ્ય રેસ્ટોરન્ટ્સએ ટામેટાનો ઉપયોગ બંધ કરી દીધો છે. ટામેટાનો ઉપયોગ સામાન્ય માણસોએ તો ઠીક પણ ફાસ્ટ ફૂડ ચેઈનની મોટી કંપની મેકડોનાલ્ડ્સે પણ ટામેટાને ઉપયોગમાંથી હટાવી દીધા છે. મેકડોનાલ્ડ્સે તેના બર્ગર અને રેપ્સમાંથી ટામેટાને હટાવી દેતા ગ્રાહકો નારાજ થઈ ગયા છે. લોકોના જણાવ્યા પ્રમાણે કંપનીના આ નિર્ણયના કારણે ટેસ્ટ પર પણ અસર પડશે. જો કે સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને મીમ્સ શેર કરીને કંપનીની મજાક ઉડાવી રહ્યા છે.


મેકડોનાલ્ડસે ટામેટા શા માટે હટાવ્યા?


મીડિયા રિપોર્ટસ મુજબ ભારતમાં મેકડોનાલ્ડસના અનેક રેસ્ટોરન્ટ્સને ટામેટાના પુરવઠો ન મળતા કંપનીએ ટામેટાને બર્ગર અને રેપ્સમાંથી હટાવી દીધા છે. દેશના હોલસેલ માર્કેટમાં એક મહિનામાં જ ટામેટાનો ભાવ 288 ટકા વધી ગયો છે. મેકડોનાલ્ડ્સે આ મામલે ગ્રાહકો માટે એક નોટિસ પણ લગાવી છે. કંપનીએ ટામેટાની ભાવના કારણે જ પ્રોડક્ટથી હટાવતા લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે કંપનીએ ટામેટાના બદલે કોઈ અન્ય ચીજનો ઉપયોગ કરવો જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે મેકડોનાલ્ડ્સના બર્ગર ખાવાના શોખિન લોકો ટેસ્ટ માટે ટામેટા અલગથી ઉમેરે છે.


મીમ્સનો થયો વરસાદ 


ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સે પણ ટામેટાને ઉપયોગ બંધ કરતા સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઈ રહ્યો છે. લોકો જોરદાર રીતે એકબીજાને મીમ્સ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટામેટા વગરના બર્ગરના ફોટો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો હવે ટામેટાની તુલના સોના સાથે પણ કરી રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?