ટામેટા બાદ હવે ડુંગળીએ લોકોને રડાવ્યા, એક વર્ષમાં ભાવ 15 ગણો વધ્યો, સરકારે 40% નિકાસ ડ્યુટી લગાવી


  • Published By :
  • Published Date : 2023-08-20 20:04:18

ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે. દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ડુંગળી 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી. જ્યારે આજે ડુંગળીનો ભાવ 30-40 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. એટલે કે ડુંગળીના ભાવ 15 ગણા વધી ગયા છે. દિલ્હીમાં ડુંગળીનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં રસોડાના બજેટમાં કોઈ રાહત નથી. ડુંગળી ગયા વર્ષના ભાવ કરતાં લગભગ 15 ગણી મોંઘી વેચાઈ રહી છે. દેશમાં ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે મોટો નિર્ણય લેવો પડ્યો છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી છે. જો કે, સરકારે કટોકટીનો સામનો કરવા માટે 3 લાખ ટન ડુંગળીનો સ્ટોક પણ જાળવી રાખ્યો છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.


ડુંગળી પર 40% નિકાસ ડ્યુટી


શનિવારે સરકારે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી લગાવી હતી. આ ડ્યુટી 31 ડિસેમ્બર 2023 સુધી અમલમાં રહેશે. અત્યાર સુધી ડુંગળીની નિકાસ પર કોઈ ટેક્સ લાગતો ન હતો. ડુંગળીની સ્થાનિક પ્રાપ્યતા વધારવા માટે આ ડ્યુટી લાદવામાં આવી છે. સરકારે ડુંગળીની નિકાસ પર આ પ્રતિબંધ એવા સમયે લગાવ્યો છે જ્યારે ડુંગળીની કિંમતો આસમાને પહોંચી જવાની આશંકા હતી. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 4 ઓગસ્ટ વચ્ચે દેશમાંથી 9.75 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. મૂલ્યની દ્રષ્ટિએ, ટોચના ત્રણ આયાત કરનારા દેશો બાંગ્લાદેશ, મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાત છે.




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.