શેરબજારમાં બોલાયો કડાકો, સેન્સેક્સ 1628 પોઈન્ટ જ્યારે નિફ્ટી 460 પોઈન્ટ તૂટ્યો, રૂ. 4.7 લાખ કરોડ સ્વાહા


  • Published By :
  • Published Date : 2024-01-17 18:08:11

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. એશિયન બજારોના નબળા વલણ અને બેંક શેરોમાં ભારે વેચવાલીથી શેરબજારમાં સવારથી જ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 1,371.23 પોઈન્ટ ઘટીને 71,757.54 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 395.35 પોઈન્ટના ઘટાડા સાથે 21,636.95 પર ટ્રેડ કરી રહ્યો હતો.


આ શેર્સ છે ટોપ ગેનર અને લુઝર્સ 


આજના શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ભારતી એરટેલ, ઈન્ફોસિસ, નેસ્લે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, આઈટીસી નિફ્ટીના શેરો ટોપ ગેઇનર્સમાં સામેલ રહ્યા હતા, જ્યારે HDFC બેન્ક, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક અને બજાજ ઓટોને ભારે નુકસાન સહન કરવું પડ્યું થયું હતું.  


આ કારણે શેર માર્કેટમાં થયો કડાકો


શેરબજારમાં આજે આવેલા આ કડાકાનું મુખ્ય કારણ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેની તંગદીલી છે. બંને દેશો વચ્ચેના સંબંધો વણસવાની અસર શેરબજાર પર જોવા મળી હતી. ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ પાકિસ્તાને ઈરાન પર તેના એરસ્પેસના ઉલ્લંઘનનો આરોપ લગાવી તેના આ કૃત્યની આકરી નિંદા કરી છે અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. જેની અસર શેરબજાર પર જોવા મળી રહી હતી.


રોકાણકારોને રૂ. 4.7 લાખ કરોડનું નુકસાન  


બીએસઈ માર્કેટ કેપ અનુસાર, છેલ્લા સત્ર દરમિયાન રોકાણકારોની સંપત્તિ રૂ. 374.95 લાખ કરોડ નોંધાઈ હતી. બુધવારે તે રૂ. 4.69 લાખ કરોડ ઘટીને રૂ. 370.25 લાખ કરોડ થયો હતો.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?