પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. આ પ્રવાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 હજાર 600 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની યોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. આ સિવાય પ્રધાનમંત્રી જૂનાગઢમાં 580 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી રાજકોટને આપશે ભેટ
ગુજરાતની સમુદ્રી સીમાથી લાગેલા હાઈવેમાં સુધાર કામો અને સડકોની કામગીરી કરવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ યોજનાના પહેલા ચરણમાં 13 જિલ્લામાં 270 કિલોમીટરના હાઈવેની કામગીરી કરવામાં આવશે. પ્રધાનમંત્રી રાજકોટમાં 5,860 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન થશે
પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કરશે. આ વખતે ડિફેન્સ એક્સપોની થીમ 'ગૌરવપથ' છે. ડિફેન્સ એક્ઝિબિશનમાં એક્સ્પોમાં ઈન્ડિયા પેવેલિયન અને દસ રાજ્યોના પેવેલિયન હશે.