રાહુલ ગાંધીના દિલ્હીમાં 'હલ્લા બોલ' બાદ આજે ગુજરાતમાં પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:43:09



કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસ આવવાના છે. રાહુલ ગાંધીની બપોરે 12 કલાકે સાબરમતીના રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના 52 હજાર બુથ લેવલના કાર્યકરોને સંબોધશે. બુથના કાર્યકર્તાઓ સાથે સંકલ્પ સંમેલન કાર્યક્રમમાં ચૂંટણી અગાઉની રણનીતિ મામલે ચર્ચા કરશે અને ચૂંટણીની તૈયારીઓ અંગે ચકાસણી કરશે. રાહુલ ગાંધી બપોરે અઢી વાગ્યા રિવરફ્રન્ટથી અમદાવાદની સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ જવા રવાના થશે. ગાંધી આશ્રમ ખાતે રાહુલ ગાંધી બાપુના આશિર્વાદ લેશે અને આશ્રમના લોકોની મુલાકાત લશે. આશ્રમ મુલાકાત બાદ રાહુલ ગાંધી સીધા દિલ્હી જવા રવાના થશે. 


ત્રણ કાળા કાયદા ખેડૂતો માટે નહીં પણ ઉદ્યોગપતિને લાભ પહોંચાડવાઃ રાહુલ ગાંધી

ગઈકાલે જ રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાન ખાતે મોંઘવારી અને બેરોજગારી સહિતના વિવિધ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી. મોંઘવારીના કારણે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે તે સત્ય છે અને તેનાથી મોં ના ફેરવી શકાય. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, ગત આઠ વર્ષમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે, પરંતુ ભાજપ તેને રોકવાને બદલે લોકોમાં ભય અને હિંસા ફેલાવવાનું કામ કરે છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ત્રણ કાળા કાયદા ખેડૂતો માટે નહીં પરંતુ ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે હતા. પરંતુ ખેડૂતોની એકતા અને આંદોલન જોતા કેન્દ્ર સરકારે ત્રણ કાળા કાયદા પાછા ખેંચ્યા હતા.   


કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોતની ગુજરાત મુલાકાત

અશોક ગેહલો પણ ગુજરાત પ્રવાસે છે. અગાઉ અશોક ગેહલોતે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાથી લઈ ગુજરાતના મોટા નેતાઓ સાથે મળીને ચૂંટણીલક્ષી કાર્યક્રમની વિગતો માગી હતી અને ચૂંટણી પહેલા બુથ લેવલના કાર્યક્રમ માટે જરૂર પડતું માર્ગદર્શન કાર્યકર્તાઓને આપ્યું હતું. 


આગામી 7 સપ્ટેમ્બરથી ભારત જોડો કાર્યક્રમ કરશે રાહુલ 

7 સપ્ટેમ્બરથી ભારત જોડો કાર્યક્રમ અંતર્ગત ભારત જોડો યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. 7 સપ્ટેમ્બરે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોંગ્રેસ ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહી છે.   




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.