26 નવેમ્બર 2008ના રોજ થયેલા હુમલાને કોઈ ભૂલી શકવાનું નથી. આતંકી હુમલાને આજે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરંતુ તેની યાદો કયારેય નહીં ભૂલી શકાય. 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ 160થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મહોમ્મદના આતંકીઓએ મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બોમ્બ વિસ્ફોટ અને ગોળીબાર કરી આતંક મચાવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ દરિયાઈ માર્ગથી મુંબઈમાં પ્રવેશ્યા હતા. કોલાબા નજીક કફ પરેડના માર્કેટમાં ઉતર્યા હતા. અને ત્યાંથી અલગ અલગ જગ્યાઓ પર ફેલાઈ ગયા. આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનલ પર તેમજ દક્ષિણ મુંબઈમાં આવેલા લિયોપોલ્ડ કાફેને પોતાનું નિશાન બનાવ્યું હતું. ઉપરાંત બે ટેક્સીને પણ ઉડાવી દીધી હતી. આ હુમલામાં અંદાજીત 15 જેટલા લોકો માર્યા ગયા હતા.
દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
આતંકવાદીઓએ 26 નવેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલ, નરીમાન હાઉસ અને ઓબેરોય હોટલને પોતાનું નિશાન બનાવ્યું. તાજ હોટલમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો. આતંકવાદીઓના ઓપરેશનને નાબુદ કરવા બન્ને હોટલમાં રેપીડ એક્શન ફોર્સ, મરીન કમાન્ડો. અને એનએસજીની ટીમને ઉતારી દેવામાં આવી. સુરક્ષા દળોએ ત્રણ દિવસ સુધી આતંકવાદીઓ સાથે અથડામણ કરી. આતંકવાદી કસાબ પોલીસની કસ્ટડીમાં આવી ગયો હતો.
આ ઘટનામાં અંદાજીત 160 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ ઘટનાને યાદ કરી રાષ્ટ્રપતિ, કોંગ્રેસ પાર્ટીએ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે.