આજે જાણીએ Gujaratની એવી બે Loksabha બેઠકોના સમીકરણો વિશે, ભાવનગર અને છોટા ઉદેપુર બેઠક જેને ભાજપનો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-02 18:10:35

ગુજરાતની 26 લોકસભા બેઠકો છે. દરેક બેઠકો પર અલગ અલગ સમીકરણો રહેલા છે. અનેક પરિસ્થિતિ, સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. અલગ બેઠકની અલગ રાજનીતિ હોય છે..! ત્યારે આજે બે બેઠકોની ચર્ચા કરીશું. એક બેઠક છે છોટા ઉદેપુરની અને બીજી ભાવનગર લોકસભા બેઠકની.. ભારતીય જનતા પાર્ટીએ 26 બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પરંતુ અનેક બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારની ઘોષણા નથી કરવામાં આવી. 

કોણ છે ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવાર? 

છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો ૧૯૯૯થી આ બેઠક BJPનો ગઢ છે. માત્ર 2004માં કોંગ્રેસના નારણભાઇ રાઠવા ચૂંટાયા જોકે અગાઉ નારણભાઇ ૫ વખત આ બેઠક પરથી ચૂંટાયા હતા. 2009થી BJPના રામસિંહ રાઠવા ચૂંટાતા હતા. અને 2019માં  BJPના ગીતાબેન રાઠવા ચૂંટાયા હતા. અને હવે BJPએ આ વખતે જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે. સામે કોંગ્રેસ પાર્ટીએ સુખરામ રાઠવાને ટિકીટ આપી છે. છોટાઉદેપુર લોકસભામાં 7 વિધાનસભાઓ આવે છે. હાલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઈ, પાદરા, નાંદોદ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJP દ્વારા જીતી લેવાઈ . વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર ૫૪ ટકા આદિવાસી સમાજના લોકો રહે છે. તો હવે જોઈએ છોટાઉદેપુર લોકસભાની જનતા આ પાણીપતના યુદ્ધમાં કોની જોડે જશે?  


આ બેઠકને માનવામાં આવે છે બીજેપીનો ગઢ

તે ઉપરાંત આજે ભાવનગર લોકસભા બેઠકની પણ ચર્ચા કરીએ. એક એવી લોકસભાની વાત કરીશું કે જે આઝાદી પહેલા એક દેશી રજવાડું હતું, અને રાજા કૃષ્ણકુમારસિંહજીએ આખા ભારતમાં સૌપ્રથમ તેને ભારત સાથે જોડી દીધું તે છે ભાવનગર લોકસભા બેઠક. આ બેઠક 1991થી BJPનો ગઢ છે કોંગ્રેસ આ પછી એક પણ વાર જીતી નથી શકી. 1991માં મહાવીરસિંહ ગોહિલ ચૂંટાયા, આ પછી ૨૦૦૯ સુધી રાજેન્દ્રસિંહ રાણા સાંસદ રહ્યા. 2014માં ભારતીબેન શિયાળ ચૂંટાયા પણ હવે BJPએ આ વખતે નિમુબેન બામભણીયાને ટિકિટ આપી છે.


ઉમેશ મકવાણા છે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર 

તો સામે INDIA ગઠબંધન માંથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ઉમેદવાર છે. આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ તળાજા, પાલીતાણા , ભાવનગર ગ્રામીણ, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર બોટાદ બેઠક આમ આદમી પાર્ટી દ્વારા જીતાઈ બાકીની બેઠકો BJP દ્વારા જીતાઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની આ બેઠક પર કોળી, બ્રાહ્મણ , દલિત ,પાટીદાર સમજ નિર્ણાયક બને છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?