ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ભાજપ દ્વારા 26 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ અનેક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ 26 બેઠકોના નામની જાહેરાત નથી કરવામાં આવી. અલગ અલગ બેઠકોના અલગ અલગ સમીકરણો હોય છે. ત્યારે આજે સમજીએ આણંદ લોકસભા બેઠકના સમીકરણોને. આણંદ આખા ભારતમાં મિલ્ક કેપિટલ તરીકે ઓળખાય છે. ૧૯૫૭માં સરદાર સાહેબના દીકરી મણીબેન ચૂંટાયા હતા.
2024માં ભાજપે સાંસદને કર્યા છે રિપીટ
આણંદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો ખુબ રોચક મુકાબલો જોવા મળે છે . UPAની સરકાર વખતે ભરતસિંહ સોલંકી અહીંના સાંસદ હતા . 2014માં ભાજપથી દિલીપ પટેલ, ૨૦૧૯માં મિતેષ પટેલ ચૂંટાયા હતા, 2024માં BJPએ મિતેષ પટેલને રિપીટ કર્યા છે. તો સામે કોંગ્રેસે આંકલાવના ૫ વખતના MLA અમિત ચાવડાને ટિકિટ આપી છે. આ આણંદમાં આવે છે ૭ વિધાનસભાઓ.
શું છે આણંદના જાતીગત સમીકરણો..?
7 વિધાનસભાની વાત કરીએ તો ખંભાત, બોરસદ, આંકલાવ,ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા. 2022 વિધાનસભામાં આંકલાવ સિવાયની બધી બેઠકો BJPએ જીતી લીધી હતી . જોઈએ જાતિગત સમીકરણો તો ૨,૧૧, ૦૦૦ જેટલા પાટીદાર છે, ૨,૧૦,૦૦૦ જેટલા ઠાકોર , ૫૮૦૦૦ જેટલા મુસ્લિમો છે જ્યારે દલિત સમાજના ૫ ટકા વોટર્સ છે . તો જોઈએ ઇન્ડિયાની મિલ્ક કેપિટલ કયા ઉમેદવારને સંસદમાં મોકલે છે ?