આજે વાત 'નલ સે જલ યોજના'ની, માત્ર ચાર વર્ષની અંદર આટલા ઘરોમાં નળથી પહોંચ્યું પાણી, પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-06 10:10:35

અનેક યોજનાઓ એવી છે જે પેપર પર તો 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. પેપર પર 100 ટકા પૂર્ણ થઈ ગયેલી યોજનાની જાહેરાતો આખા દેશમાં કરવામાં આવે છે. યોજના શરૂ કરવા પાછળનો હેતુ સારો હતો કે દરેક ઘરમાં નળથી પાણી આવે અને ઘરની મહિલાઓને દૂર પાણી લેવા ન આવવું પડે. આ યોજના પાછળ કરોડો ખર્ચવામાં આવ્યા. આ યોજનામાં સાવ કામ નથી થયું એવું પણ નથી. અનેક અંતરિયાળ વિસ્તારોમાં પાણી નળથી આવે છે. મહિલાઓને પાણી ભરવા માટે દૂર દેગડા લઈને ચાલીને પણ નથી જવું પડતું. 

અનેક જગ્યાઓ પર નળથી આવી રહ્યું છે પાણી  

ગામડાઓમાં પાણી પહોંચ્યું છે, વિકાસના કામો થયા છે પરંતુ જ્યારે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેવી જાહેરાતો કરવામાં આવે છે તેનાથી અમને વાંધો છે. જમાવટની ટીમ જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કરવા જાય છે ત્યારે અનેક એવા લોકો મળે છે જે આજે પણ પાણી ભરવા માટે ચાલીને જાય છે. ગુજરાત સહિત અનેક રાજ્યોથી એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં પાણી ભરવા માટે મહિલાઓને સંઘર્ષ કરવો પડે છે . સરકાર દ્વારા યોજનાઓ તો લાવવામાં આવે છે, અમુક જગ્યાઓ પર તેનું અમલીકરણ પણ સારું થાય છે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં હજી સુધી યોજનાનો લાભ નથી પહોંચ્યો. 

ન માત્ર ગુજરાતમાં પરંતુ અનેક રાજ્યોમાં પરિસ્થિતિ સરખી જોવા મળી!

ગુજરાતમાં અનેક ગામો એવા છે જ્યાં નળ તો પહોંચી ગયા છે પરંતુ પ્રતિક્ષા છે નળમાંથી જળ આવવાની. અનેક જગ્યાઓ પર તો નળ પણ તૂટી ગયા છે. જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ નર્મદા નદીના કિનારે વસેલા ગામોમાં કરવામાં આવ્યું ત્યારે સૌથી વધારે દુખ થયું. દુખ એ વાતનું થયું કે જે નદીથી આખું ગુજરાત ચાલે છે. ગુજરાત માટે જે નદી જીવા દોરી સમાન છે ત્યાંથી એકદમ નજીક રહેતા લોકોને જ પાણી માટે અનેક કિલોમીટર દુર જવું પડે છે. સરકારની યોજનાઓ તો સારી હોય છે પરંતુ અનેક વખત ગાંધીનગર અથવા તો દિલ્હીથી નીકળેલી યોજનાઓ વચ્ચે આવતા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને કારણે લોકો સુધી નથી પહોંચતી જે યોજનાના હકદાર છે. અમે તો ખાલી ગુજરાતના અંતરિયાળ વિસ્તારની વાત કરી પરંતુ દેશના અનેક રાજ્યોની હાલત આવી જ હશે. અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે. 


પીએમ મોદીએ કરી ટ્વિટ 

આજે અચાનક નલ સે જલ યોજનાની વાત એટલા માટે કરવી છે કારણ કે પીએમ મોદીએ એક ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ગજેન્દ્રસિંહ શેખાવતની ટ્વિટને રિ-ટ્વિટ કરી છે. પીએમ મોદીએ જે  ટ્વિટને રિ-ટ્વિટ કરી છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં કેટલા ઘરમાં નળના માધ્યમથી પાણી પહોંચ્યું છે. માત્ર ચાર વર્ષની અંદર ગ્રામીણ ભારતના ઘરોમાં નળ કનેક્શનની સંખ્યા 3થી 13 કરોડ પહોંચી ગઈ છે. પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું છે કે ગ્રામીણ ભારતના મારા પરિવારજનો સુધી પીવા માટે શુદ્ધ પાણી પહોંચે તે માટે જલ જીવન મિશનની શરૂઆત કરી. 



જે દ્રશ્યો ઉપર બતાયા ત્યાંની પરિસ્થિતિ બદલાઈ હોય તેવી આશા 

આ સમાચાર વાંચ્યા પછી અનેક લોકો કહેશે કે નેગેટિવ વસ્તુઓ જ દર્શાવવામાં આવે છે. ના એવું નથી. નેગેટિવ કરતા પણ વાસ્તવિક દ્રશ્યો, વાસ્તવિક હકીકત દર્શાવવામાં આવે છે. જો બધા સારું જ બતાવશે તો એ વસ્તુ કોણ દર્શાવશે કે આ જગ્યાઓ પર કામ નથી થયા. યોજનાઓ હકદાર લોકો સુધી નથી પહોંચી. જે વીડિયો અમે તમને ઉપર બતાવ્યા આશા રાખીએ છીએ કે ત્યાં હમણાંની પરિસ્થિતિ અલગ હોય. તેમના ઘરોમાં પણ નળના માધ્યમથી પાણી આવતું હોય.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.