આજે છે વિશ્વ સંસ્કૃત દિવસ, એ દિવસ જેની ઉજવણી હિંદુ કેલેન્ડર પ્રમાણે થાય છે, જાણો કઈ તિથીએ અને શા માટે ઉજવાય છે આ દિવસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-31 13:37:11

संस्कृतं नाम दैवी वाक् अन्वाख्याता महर्षिभिः ॥


ભારત દેશ વિવિધ ભાષાઓ તેમજ વિવિધ સંસ્કૃતિથી સમૃદ્ધ દેશ છે. આપણે ત્યાં કહેવાય છે થોડા થોડા અંતરે ભાષા બદલાય છે, બોલવાની રીત બદલાય છે, બોલવાની સ્ટાઈલ બદલાય છે. ભાષા આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભાષાના કારણે આપણે આપણી વાત બીજા સુધી પહોંચાડી શકીએ છીએ. ભાષાના માધ્યમથી આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ. આજે વાત ભાષાની એટલા માટે કરવી છે કારણ કે આજે વિશ્વ સંસ્કૃત દિવસ છે. સંસ્કૃતને ભાષાની જનની ગણવામાં આવે કારણ કે સંસ્કૃતમાંથી અનેક ભાષાઓ જન્મી છે અને સમૃદ્ધ થઈ છે. 


અનેક ભાષાઓની સંસ્કૃત ભાષા છે જનની 

સંસ્કૃત ભાષા એવો શબ્દ જ્યારે આપણા કાનોમાં પડે છે ત્યારે આપણા દિમાગમાં એક જ વુચાર આવે કે સંસ્કૃત એ દેવોની ભાષા છે. સંસ્કૃત વેદોમાં, પ્રાચીનકાળમાં વપરાતી ભાષા છે. પહેલા આ ભાષાનો વ્યાપ વધારે હતો પરંતુ ધીમે ધીમે ભાષાનો ઉપયોગ થતો ઓછો થતો ગયો. સંસ્કૃત ભાષાને અનેક ભાષાઓની જનની કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષાને સૌથી પ્રાચીન ભાષા માનવામાં આવે છે. લોકો સંસ્કૃત ભાષા વિશે માહિતગાર થાય તે માટે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતની જ ભાષાઓ સંસ્કૃતથી બની હોય તેવું નથી પરંતુ વિદેશની અનેક ભાષાઓ પણ સંસ્કૃતમાંથી વિકસી છે. 


હિંદુ કેલેન્ડર પ્રમાણે થાય છે સંસ્કૃત દિવસની ઉજવણી 

જ્યારે પણ દિવસની ઉજવણીની વાત કરવામાં આવે છે ત્યારે આપણને એવું થાય કે આ દિવસ પણ તારીખ પ્રમાણે મનાવવામાં આવતો હશે. જેમ અલગ અલગ તારીખો પર અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમ આ દિવસની ઉજવણી નથી કરવામાં આવતી. આ દિવસની ઉજવણી તારીખ પ્રમાણે નહીં પરંતુ તિથી પ્રમાણે કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે આ દિવસ મનાવવામાં આવે છે. દર શ્રાવણ મહિનાની પૂનમે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ઉજવવામાં આવે છે જેને કારણે તારીખોમાં તફાવત હોઈ શકે છે. 


શા માટે શ્રાવણની પૂનમે ઉજવાય છે સંસ્કૃત દિવસ  

જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ આપણે આપણી સંસ્કૃતિને પાછળ ધકેલી રહ્યા છીએ. સંસ્કૃતિની અવગણના જાણે આપણે કરતા હોઈએ છીએ એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ભારતની પ્રાચીન ભાષાઓમાં સંસ્કૃત સંવાદનું માધ્યમ હતું. અનેક શાસ્ત્રો, વેદ, ગ્રંથ, પુરાણ તેમજ કથાઓ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલી છે. સંસ્કૃત ભાષાનો પ્રચાર થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શ્રાવણની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે આની ઉજવણી થાય છે. શ્રાવણની પૂનમના દિવસે એટલા માટે સંસ્કૃત દિવસની ઉજવણી થાય છે કારણ કે પ્રાચીન કાળમાં આ દિવસથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતો હતો.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?