આજે છે વિશ્વ અંગદાન દિવસ, જાણો ગુજરાતને અંગદાન માટે કેટલા એવોર્ડ મળ્યા છે, શું છે અંગદાનનું મહત્વ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-13 13:20:53

13 ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ. લોકોમાં અંગદાનને લઈ જાગૃત્તા આવે તે માટે દર વર્ષે 13 ઓગસ્ટના આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણે ત્યાં કહેવાય છે કે અંગદાન એ મહાદાન. એટલે કે અંગદાનને મહાદાન ગણવામાં આવે છે. પહેલા કરતા લોકોમાં અંગદાનને લઈ જાગૃતિ વધી છે. અંગદાન કરવા તરફ લોકો આગળ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ પણ હવે પોતાના મૃત સ્વજનનું અંગદાન કરી બીજા વ્યક્તિને જીવનદાન આપે છે. બીજા પરિવારના સભ્યને અંગદાન કરી જીવતા રાખે છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતને અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડસ મળ્યા છે.    

Ahmedabad News : અંગદાન અને પ્રત્યારોપણ માટે ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ, બીજા કયા એવોર્ડ મળ્યાં જાણો

અંગદાનમાં ગુજરાતને મળ્યા છે પાંચ એવોર્ડ! 

જો ગુજરાતમાં થયેલા અંગદાન અંગેની વાત કરવામાં આવે તો સોટ્ટોના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષમાં 1207 અંગદાન તેમજ 3673 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ માહિતી રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન દ્વારા તાજેતરમાં આપવામાં આવી હતી. 3 ઓગસ્ટના રોજ 13મા રાષ્ટ્રીય અંગદાન દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે NOTTO (National Organ And Tissue Transplant Organisation) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતને વિવિધ કેટેગરીની અંદર અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. ગુજરાતને વિવિધ કેટેગરીમાં પાંચ એવોર્ડ એનાયત કરાયા છે. 


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયા આટલા લોકોના અંગદાન  

જે પાંચ એવોર્ડ મળ્યા છે તેમાંથી ત્રણ અમદાવાદ સિવિલને શ્રેષ્ઠ કામગીરી બદલ એનાયત કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રિટ્રાઈવલ સેન્ટર, બેસ્ટ બ્રેઈનડેડ કમિટી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટરની શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ સિવિલમાં 123 જેટલા બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા હતા. અંગદાન થવાથી અનેક લોકોને નવજીવન મળતું હોય છે. મહત્વનું છે કે એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે 5 લાખ લોકો સમયસર અંગ ન મળવાથી પોતાનો જીવ ગુમાવે છે. મુખ્યત્વે 2 લાખ લોકો લીવરની ઉપલબ્ધતા ના અભાવે પોતાનું જીવન ગુમાવે છે. એક વ્યક્તિ અંગ દાન કરી 8 લોકોના જીવને બચાવી શકે છે. અંગદાન કરવાની ઈચ્છતા ધરાવતા લોકો અંગદાન માટે કામ કરતી સંસ્થાનો સંપર્ક કરી શકે છે. www.rnos.org, www.notto.nic.in અથવા bhanfoundation.org નો સંપર્ક કરી શકે છે. તે ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800114770 પર પણ સંપર્ક કરી શકાય છે. અંગદાન અનેક પ્રકારના હોય છે. 


અંગદાન મેળવનાર મહિલાએ અંગદાન કરનાર મહિલાની પુત્રીનું કર્યું હતું કન્યાદાન 

થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક ઈમોશનલ કરી દે તેવો કિસ્સો સામે આવ્યો હતો. સુરતના એક પરિવારે પોતાના સ્વજનનું અંગદાન કર્યું હતું. 54 વર્ષીય એક સ્વર્ગીય મહિલાનું અંગદાન ચાર વર્ષ પહેલા કર્યું હતું. પરંતુ જ્યારે તે સ્વર્ગવાસી મહિલાની દીકરીના લગ્ન હતા ત્યારે તે મહિલાએ દીકરીનું કન્યાદાન પોતાના હસ્તે કર્યું હતું. લગ્ન કરી રહેલી દીકરીને એવો અહેસાસ થાય કે તેની માતા તેની પાસે છે. મહત્વનું છે કે અનેક પરિવારો માને છે કે ભલે તેમના સ્વજનનો જીવ ન બચી શક્યો પરંતુ અંગદાન કરવાથી બીજા પરિવારના સભ્યનો જીવ તો બચી જાય.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?