આજે છે વિશ્વ માતૃભાષા દિવસ, ધોરણ 10માં Gujarati ભાષામાં દર વર્ષે આટલા વિદ્યાર્થીઓ થાય છે નાપાસ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-21 09:43:15

ભાષા માણસના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એક બીજા સાથે સંવાદ કરવાનું માધ્યમ હોય છે ભાષા... ભાષાની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.... માતૃભાષાને સમર્પિત દિવસ.. દરેકની માતૃભાષા અલગ અલગ હોય છે. સામાન્ય રીતે જે લોકો જે રાજ્યમાં રહેતા હોય છે તે ભાષા તેમની માતૃભાષા બની જતી હોય છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણી માતૃભાષા સામાન્ય રીતે ગુજરાતી હોય છે, જે રાજસ્થાનમાં રહેતા હોય છે તેમની માતૃભાષા સામાન્ય રીતે હિન્દી હોય છે. એવા અનેક પરિવારો રાજ્યોમાં હશે જે ઘરમાં માતૃભાષામાં વાત કરતા હશે. 



માતૃભાષા ગુજરાતી હોવા છતાંય વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચવામાં પડે છે મુશ્કેલી!

વાત અહીંયા ભાષાની કરવી છે પરંતુ વિદ્યાર્થીઓના સંદર્ભમાં... આપણે ત્યાં એક એવી પેઢી છે જેમને ગુજરાતી બોલતા નથી આવડતું, ગુજરાતીના અમુક શબ્દોની તેમને ખબર નથી હોતી. ગુજરાતીમાં આંકડા વિશે ખબર નથી હોતી. ત્યારે એક ચોંકાવનારો રિપોર્ટ પેપરમાં છપાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ધોરણ 10માં દર વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય છે. માતૃભાષા ગુજરાતીમાં હજી સુધી વિદ્યાર્થીઓનો પાયો કાચો છે. અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જેમની માતૃભાષા ગુજરાતી હોવા છતાંય ગુજરાતી સરખી રીતે વાંચતા કે લખતા નથી આવડતી. થોડી થોડી ગુજરાતી તે બોલી લે છે. 



10માં ધોરણમાં ગુજરાતી ભાષામાં દર વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ થાય છે નાપાસ! 

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાતી ભાષામાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગયા વર્ષે ધોરણ 10માં ગુજરાતીની પરીક્ષા આપવા માટે કુલ 6.24 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 96,286 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નપાસ થયા હતા. વર્ષ 2022માં તો આ પરિસ્થિતિ આનાંથી પણ ખરાબ હતી. એ વખતે 6.64 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી જેમાંથી 1.18 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. મહત્વનું છે કે ગુજરાતી ભાષામાં પાયો જ કાચો હશે તો આગળ જઈને આવું જ થવાનું છે. વિદ્યાર્થીનો પાયો કાચો ના રહે તે દિશામાં કામ કરવાની જરૂર છે.



અનેક પરિબળો હોય છે જવાબદાર!

વિદ્યાર્થીનો માતૃભાષામાં પાયો કાચો રહેવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. એક જમાનો હતો જ્યારે માતા પિતા ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા જેને કારણે ભલે વિદ્યાર્થી ઈંગ્લિશ મીડિયમમાં હોય તો પણ તેને પાયાનું ગુજરાતી આવડતું હોય છે. પરંતુ હવે તો માતા પિતા પણ ઈંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય છે જેને કારણે બાળકોને એવો પાયો માતૃભાષા માટે નથી મળતો જે મળવો જોઈએ. વડીલો સાથે પણ બાળકો આજકાલ ઓછું રહે છે, જો ઘરમાં વડીલો ગુજરાતીમાં બોલે છે તો બાળકને નવા નવા શબ્દો જાણવા મળે છે જેને કારણે તેની ભાષા સમૃદ્ધ થાય છે અને તેનો પાયો કાચો નથી રહેતો. ત્યારે આપણા ભાવિનો પાયો માતૃભાષામાં કાચો ના રહે તે માટેનું ધ્યાન આપણે રાખવું પડશે... ગુજરાતીમાં જ લખે તેવી વાત નથી પરંતુ ગુજરાતી ભાષાને સમજી શકે તેટલી માતૃભાષા તો આવડવી જોઈએ.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?