આજે છે વિશ્વ સાયકલ દિવસ! જાણો વર્લ્ડ સાયકલ ડેના ઈતિહાસ વિશે અને સાયક્લિંગ કરવાથી થતા ફાયદા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-03 16:46:47

આપણામાંથી અનેક લોકોએ સૌથી પહેલા કોઈ વાહન ચલાવ્યું હશે તે સાયકલ હશે. સાયકલનું સ્થાન આપણા જીવનમાં ઘણું હોય છે. પહેલાના જમાનામાં લોકો પાસે સાયકલ જ હોતી હતી. સાયકલને કારણે આરોગ્ય પણ સારૂ રહેતું હતું અને પર્યાવરણ પણ શુદ્ધ રહેતું હતું. ત્યારે લોકોને સાયકલ ચલાવાથી થતા ફાયદા અંગે જાગૃત કરવા 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ વર્ષ 2018માં 3 જૂનને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.   


2018માં જાહેર કરાયો દિવસ! 

સાયકલ સાથે અનેક લોકોની યાદો જોડાયેલી હશે. સાયકલ ચલાવતી વખતે અનેક વખત પડ્યા હોઈશું અનેક વખત મિત્રો સાથે રેસ પણ લગાવી હશે. આમ તો સાયકલને ઘણા વર્ષો વિતી ગયા છે પરંતુ સમયની સાથે સાથે સાયકલનું મહત્વ ઘટતું જઈ રહ્યું છે. ત્યારે લોકોમાં સાયકલના મહત્વને જીવંત કરવા યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. સાયકલ ચલાવવાથી આરોગ્ય પણ સારૂ રહે છે તેમજ હવામાં પ્રદુષણ પણ ઓછું થાય છે. 


સાયકલનું આપણા જીવનમાં મહત્વ! 

જો સાયકલ ચલાવાથી થતા ફાયદાની વાત કરીએ સૌથી પહેલા તો આવે છે આપણું આરોગ્ય. સારા હેલ્થ માટે ડોક્ટરો પણ હવે સાયકલ ચલાવવાની અપીલ કરતા હોય છે. જો દરરોજ સાયકલિંગ કરવામાં  આવે તો બોડી ફિટ રહે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઉપરાંત પાચનશક્તિ પણ સારી રહે છે. તે સિવાય પ્રદુષણ પણ ઓછું થાય છે. અને અકસ્માતોની સંખ્યા પણ ઓછી થાય. રાહદારીઓની સલામતી પણ સચવાઈ જાય. ત્યારે આ બધી વસ્તુ ભૂલાઈ ન જાય અને સાયકલનું મહત્વ ઘટે નહીં તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 



એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?

Bengaluru Techie Suicide, 34 વર્ષના અતુલ સુભાષે દોઢ કલાકનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી, કારણ પત્નીએ ભરણપોષણના દાવા અને રૂપિયા માટે જિંદગી બરબાદ કરી નાખી