રાહુલ ગાંધીના મણિપુર પ્રવાસનો આજે બીજો દિવસ, ઇમ્ફાલમાં સિવિલ સોસાયટીના લોકોનું સાંભળ્યું દુ:ખ, જુઓ તસવીરો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-30 15:10:21

મણિપુરમાં હિંસા ભડકેલી છે. સ્થિતિ ક્યારે સામાન્ય થશે તેની કોઈને ખબર નથી. પીએમ મોદી મણિપુરની સ્થિતિ અંગે કોઈ પગલા લે તેવી અનેક પાર્ટીઓની માગ છે. અમિત શાહ પણ મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા હતા. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પહેલા દિવસે રાહુલ ગાંધીના કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. જેને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા. શુક્રવારે સવારે મોઇરાંગ જવા નીકળ્યા હતા. હેલિકોપ્ટરના માર્ગે તે ત્યાં પહોંચ્યા હતા અને સિવિલ સોસાયટીના લોકો સાથે વાતચીત કરી હતી. ત્યાંથી અનેક એવી તસવીરો સામે આવી હતી જેમાં લોકો ઈમોશલન દેખાયા હતા.


ગઈકાલે રોકી દેવાયો હતો રાહુલ ગાંધીનો કાફલો

મણિપુરના લોકો શાંતિ જાળવે તે માટે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પણ વીડિયો શેર કરી વિનંતી કરી હતી. તે સિવાય પીએમ મોદી આ વિષય પર કઈ બોલે તે માટે અનેક વખત કોંગ્રેસના નેતાઓએ માગ કરી છે. પરંતુ આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ બધા વચ્ચે રાહુલ ગાંધી મણિપુર બે દિવસના પ્રવાસ માટે પહોંચ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ગઈકાલે રાહત શીબીરોનો હાલ જાણવા મામટે ચુરાચાંદપુર બાજુ જઈ રહ્યા હતા અને અચાનક તેમને રસ્તા પર પોલીસ દ્વારા રોકી લેવામાં આવે છે. પોલીસે તેમને આગળ જવા માટે એવું કહીને રોક્યા હતા કે તેમની સુરક્ષાને ખતરો થઈ શકે છે. રાહુલ ગાંધીએ પોલીસ સામે પોતાની વાત મુકી પણ મણિપુરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તેમને જવા દેવામાં નહોતા આવ્યા. તો રાહુલ ગાંધી હેલિકોપ્ટરથી ચુરાચાંદપુર જવા રવાના થયા હતા. આ વાતને લઈ વિવાદ છેડાયો હતો. ત્યારે આજે રાહુલ ગાંધીએ સિવિલ સોસાયટીના લોકો સાથે વાત કરી હતી. તેમને પડતી મુશ્કેલી વિશે જાણવાની કોશિશ કરી હતી.   

સરકાર જાણે તમાશો જોતી હોય તેવું લાગી રહ્યું છે... 

મણિપુરમાં કુકી અને મેતઈ સમુદાયો વચ્ચે ભડકેલી હિંસાને અનેક મહિનાઓ પસાર થઈ ગયા છે. આ હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક જવાનો શહિદ પણ થયા છે. સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી છતાંય સ્થિતિ કાબુમાં નથી આવી રહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મણિપુરની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી પરંતુ તેમ છતાં પણ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ રહી. પીએમ મોદી આ મામલે મૌન છે, કોઈ પણ નેતા આ મામલે નિવદેન નથી આપી રહ્યા. અમિત શાહ પણ જાણે મણિપુરમાં થઈ રહેલી હિંસાનો તમાશો જોઈ રહ્યા હોય તેવું લાગે છે. આટલા દિવસો થયાં તેમ છતાં પણ જો પરિસ્થિતિ સામાન્ય ન થાય તો તે એક ચિંતાનો વિષય છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે મણિપુરના મુખ્યમંત્રી ગમે ત્યારે રાજીનામું આપી શકે છે.   


કોઈ બીજા રાજ્યમાં આ સ્થિતિ હોત તો? 

જો મણિપુર સિવાય કોઈ બીજા રાજ્યમાં આવી હિંસા ફાટી નીકળી હોત તો શું કેન્દ્ર સરકાર આ જ રીતે તમાશો જોતી? આટલો સમય વિત્યા પછી પણ કેન્દ્ર સરકારના મંત્રીઓ આ વિશે બોલવા તૈયાર નથી. મણિપુર આપણા દેશનું મહત્વપૂર્મ રાજ્ય છે. ચીનની નજીક મણિપુર આવેલું છે. જો હિંસા શાંત નહીં થાય તો ચીન ભારતમાં ઘૂસી જશે છે. ત્યારે જોવું રહ્યું કે પીએમ મોદી આ મામલે ક્યારે કડક પગલાં લે છે?  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?