શ્રાવણ મહિના દરમિયાન દેવાધિ દેવ મહાદેવની પૂજા- અર્ચના કરવામાં આવતી હોય છે. ભોળેનાથને રિઝવવા માટે વિશેષ પૂજાનું આયોજન શિવાલયોમાં તેમજ જ્યોતિર્લિગોમાં કરવામાં આવે છે. આમ તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળતી હોય છે પરંતુ શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જો કોઈ ભક્ત આખા શ્રાવણ મહિના દરમિયાન શિવાલયમાં દર્શન માટે નથી જઈ શક્તો તો સોમવારે તો જવાનો પ્રયત્ન કરે છે. મહાદેવજીને સોમવાર અતિપ્રિય છે.
श्री सोमनाथ महादेव मंदिर,
प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)
दिनांकः 11 सितम्बर 2023, श्रावण कृष्ण द्वादशी - सोमवार
मध्याह्न शृंगार
09234997#Shravanmaas#bhakti#somnathmahadev#somnathtemple#shree_somnath_trust#Pratham_Jyotirling pic.twitter.com/FAUGTUej4m
— Shree Somnath Temple (@Somnath_Temple) September 11, 2023
શ્રાવણ મહિના દરમિયાન આવે છે અનેક તહેવાર
श्री सोमनाथ महादेव मंदिर,
प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)
दिनांकः 11 सितम्बर 2023, श्रावण कृष्ण द्वादशी - सोमवार
मध्याह्न शृंगार
09234997#Shravanmaas#bhakti#somnathmahadev#somnathtemple#shree_somnath_trust#Pratham_Jyotirling pic.twitter.com/FAUGTUej4m
દેવાધિ દેવ મહાદેવની પૂજા કરવાનું મહત્વ અનેરું છે. અને તેમાં પણ શ્રાવણ મહિના દરમિયાન ભક્તો મહાદેવને રિઝવવા માટે પ્રયાસ કરતા હોય છે. શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. કૃષ્ણ ભગવાનનો જન્મ પણ આ મહિનામાં થાય છે, બળેવ એટલે રક્ષાબંધનની ઉજવણી પણ આ મહિનામાં થાય છે. ત્યારે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી શિવાલયોમાં અને તેમાં પણ જ્યોતિર્લિંગોમાં ભગવાનનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. ભગવાનના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટે છે. ત્યારે આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હોવાથી શિવાલયોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
તહેવારને અનુરૂપ સોમનાથ મંદિરમાં કરાય છે દર્શન
12 જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું છે. સોમનાથ દાદાને તહેવાર અનુસાર તૈયાર કરવામાં આવે છે. જે તહેવાર હોય તેવા રૂપને, તે પ્રસંગને ધ્યાનમાં રાખી ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવે છે. જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી કૃષ્ણજન્મોત્સવનો શ્રુંગાર ભગવાનને કરવામાં આવ્યો હતો ત્યારે કાલે વૈષ્ણવ થીમ પર ભગવાનને તૈયાર કરવામાં આવ્યા હતા. સોમનાથ સહિત ગુજરાતભરના શિવાલયો મહાદેવજીના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તોનું માનવ મહેરામણ મંદિરમાં ઉમટ્યું છે. વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી ભાવિકોની જામશે ભીડ
સોમનાથ સિવાય પણ રાજ્યના અનેક શિવાલયોમાં શ્રાવણનો અંતિમ સોમવાર હોવાને કારણે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં પણ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે. રૂદ્રાભિષેક કરી મહાદેવજીને રિઝવવાનો પ્રયાસ ભક્તો કરતા હોય છે. મહાદેવજીને પ્રિય એવા બિલીપત્રો પણ આ મહિના દરમિયાન ભગવાન શંકરને વિશેષ રૂપે અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજે શિવાલયોના નાદ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠવાના છે.